• 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં યોજવામાં આવશે વર્લ્ડકપ
  • નેધરલેન્ડે વર્લ્ડકપ માટે ટીમની કરી જાહેરાત

વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. આ માટે અનેક દેશોએ ટીમની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં નેધરલેન્ડનું નામ પણ જોડાયું છે. નેધરલેન્ડના સ્કોટ એડવર્ડ્સના નૈતૃત્વમાં ટીમમાં અનુભવી ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. ટીમે રૂલોફ વૈન ડેર મેરવે અને કોલિન એકરમેનને પણ ટીમમાં જગ્યા આપવમાં આવી છે. વર્લ્ડકપમાં આ વખતે નેધરલેન્ડની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ છે. જે 6 ઓક્ટોબરે રમવામાં આવશે.

વર્લ્ડકપ 2023 માટે નેધરલેન્ડની ટીમ-

સ્કોટ એડવર્ડ્સ(કેપ્ટન), મેક્સ ઓ'ડોડ, બાસ ડી લીડે, વિક્રમ સિંહ, તેજા નિદામાનુરુ, પોલ વેન મીકેરેન, કોલિન એકરમેન, રૂલોફ વેન ડેર મેરવે, લોગાન વેન બીર, આર્યન દત્ત, રયાન ક્લેન, વેસ્લે બર્રેસી, સાકિબ જુલ્ફિકાર, શારિઝ અહમદ, સાઈબ્રાંડ એંગેલબ્રેક્ટ.

2 દિવસ પહેલાં ભારતે ટીમની જાહેરાત કરી હતી

વનડે વર્લ્ડકપ 2023 માટે 15 સભ્યોના ભારતીય સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકર અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદ યોજીને ટીમની જાહેરાત કરી છે. વિશ્વ માટે ટીમનું કોમ્બિનેશન ખુબ દિલચસ્પ રહ્યું છે. ટીમમાં 5 બેટ્સમેન, 3 ઓલરાઉન્ડર, 2 વિકેટકીપર, 4 ફાસ્ટ બોલર અને 1 સ્પિનરની પસંદગી કરવામાં આવી છે.

વર્લ્ડકપ 2023 માટે ભારતીય સ્ક્વોડ

રોહિત શર્મા(કેપ્ટન), હાર્દિક પંડ્યા(ઉપ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.

સાઉથ આફ્રિકાએ પણ ટીમની કરી જાહેરાત

સાઉથ આફ્રિકાએ ભારતમાં થનારા વનડે વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ 2023 માટે 15 સભ્યોના સ્ક્વોડની જાહેરાત કરી છે. જેમાં ટેમ્બા બાવુમાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં યુવા ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીનું નામ પણ સામેલ છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સાથે ટીમમાં કેશવ મહારાજની વાપસી થઈ છે.

સાઉથ આફ્રિકાની વર્લ્ડકપ સ્ક્વોડ-

ટેમ્બા બાવુમા(કેપ્ટન), ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, સિસંડા મગાલા, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિચ નોર્ટજે, રબાડા, તબરેઝ શમ્સી, રેસી વૈન ડેર ડૂસેન.

  • Follow us on: