• સંજય બાંગરે વર્લ્ડકપ માટે પસંદ કરી પ્લેઈંગ ઈલેવન
  • સંજય બાંગરે રાહુલ અને શમીને ટીમમાં ન આપ્યું સ્થાન
  • ઈશાન કિશનને ટીમમાં આપ્યું સ્થાન

ક્રિકેટના મહાકુંભ એટલે વનડે વર્લ્ડકપ 2023નું આયોજન આ વર્ષે ભારતમાં થવાનું છે. આ વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ પ્લેઈંગ 11 કેવી હશે? તે હજુ સ્પષ્ટ થયું નથી. જેને લઈ પૂર્વ ક્રિકેટર સૂચન આપી રહ્યા છે. હવે ભારતના પૂર્વ ક્રિકેટર સંજય વાંગરે વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 પસંદ કરી છે.

કેએલ રાહુલ અને મોદમ્મદ શમીને ન આપ્યું સ્થાન

સંજય બાંગરે પોતાની પ્લેઈંગ 11માં વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને જગ્યા આપી નથી. તેમણે ઈનફોર્મ ઈશાન કિશનને તક આપી છે. બાંગરે ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ સ્થાન મળ્યું નથી. તેમણે ફાસ્ટ બોલર માટે મોહમ્મદ સિરાઝ અને જસપ્રીત બુમરાહને તક આપી છે. બાંગરની પ્લેઈંગ ઈલેવનમાં રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે.

વર્લ્ડકપ માટે સંજય બાંગરની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન(વિકેટકીપ), હાર્દિક પંડ્યા(ઉપ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ.

14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

ભારતમાં થનારા વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. 19 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવામાં આવશે. જે બાદ 14 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે.

  • Follow us on: