• વનડે વર્લ્ડકપ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત
  • ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવને મળ્યું સ્થાન
  • સૂર્યકુમાર યાદવ વનડેમાં નથી કરી શકતો ખાસ પ્રદર્શન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરથી વનડે વર્લ્ડકપ 2023 માટે 15 સભ્યોના સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકર અને રોહિત શર્માએ પત્રકાર પરિષદ યોજીને સ્ક્વોડની જાહેરાત કરી છે. ટીમમાં સૂર્યકુમાર યાદવને પણ તક આપવામાં આવી છે. વનડેમાં સળંગ ફ્લોપ થયા બાદ પણ સૂર્યાને ફરી એક વખત તક આપવામાં આવી છે. સૂર્યાના વનડે આંકડા ખુબ ખરાબ છે.

સૂર્યાએ વનડેમાં 24.33ની એવરેજથી બનાવ્યા રન

સૂર્યકુમાર યાદવ વનડેમાં માત્ર 24.33ની એવરેજથી રન બનાવનારા ખેલાડી છે. સૂર્યા અત્યાર સુધી 26 વનડે મેચ રમ્યો છે. જેમાં તે માત્ર 511 રન બનાવી શક્યો છે. વનડેની 24 ઈનિંગમાં સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી માત્ર 2 ફિફ્ટી ફટકારી છે. જો કે, T-20 આંતરરાષ્ટ્રીયમાં સૂર્યાના આંકડા ખુબ સારા છે. જેના કારણે તેના પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

T-20ના આંકડાના આધારે તક આપી

સૂર્યાના T-20 આંકડાને ધ્યાનમાં રાખી તેને નિચલા ક્રમના બેટ્સમેન તરીકે ટીમમાં તક આપવામાં આવી છે. સૂર્યા ખુબ આક્રામક બેટ્સમેન છે. જેથી નંબર 3થી લઈને 6 સુધી સૂર્યા ટીમ માટે જલ્દી રન બનાવી શકે છે. નિચલા ક્રમમાં સૂર્યા ટીમ માટે મહત્વના રન બનાવી શકે છે. તે ટીમમાં ફિનિશર તરીકે પણ રમી શકે છે. હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે, સૂર્યાને વર્લ્ડકપમાં કેટલી તક મળે છે અને તે કેવું પરફોર્મ કરે છે.

સૂર્યકુમાર યાદવનું કરિયર

સૂર્યકુમાર યાદવ પોતાના કરિયરમાં 1 ટેસ્ટ, 26 વનડે અને 52 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. ટેસ્ટમાં તેમણે 8 રન બનાવ્યા છે. આ ઉપરાંત વનડેમાં સૂર્યાએ 24.33ની એવરેજથી 511 રન બનાવ્યા છે. જેમાં 2 ફિફ્ટી સામેલ છે. સાથે T-20 આંતરરાષ્ટ્રીયમાં સૂર્યકુમાર યાદવે 46.02ની એવરેજથી અને 172.70ના સ્ટ્રાઈક રેટથી 1 હજાર 841 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 15 ફિફ્ટી સામેલ છે.

વર્લ્ડકપ 2023 માટે ભારતીય સ્ક્વોડ

રોહિત શર્મા(કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.

  • Follow us on: