- આ નવા પડકારો મને ગમે છે જે નવા લેવલ સુધી લઈ જાય
- દરેક પડકારને જાણવાની ઉત્સુકતા હોવી જોઈએ
- ટીમનું પ્રેશર હોય છે કે, આપણે કપ માટે જીતીએ
કોહલી જાણે છે કે, વર્લ્ડ કપ જીતવા માટે શું કરવું જોઈએ. તેમના નેતૃત્વ હેઠળ, ભારતે વર્ષ 2008માં ICC અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તે વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ઘરઆંગણે 50-ઓવરનો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો. એટલે કે એક ખેલાડી તરીકે અને કેપ્ટન તરીકે વિરાટ હવે સમજે છે કે, વિશ્વકપનું મહત્વ શું હોય છે. વિરાટ કોહલીએ તેની શાનદાર કારકિર્દી દરમિયાન અનેક અવરોધોને પાર કર્યા. પરંતુ ભારતના ભૂતપૂર્વ કેપ્ટને સોમવારે કહ્યું કે, આગામી ICC વર્લ્ડ કપ 2023 તેના માટે નવા પડકારો લાવશે.
દોઢ દાયકા બાદ આંતરરાષ્ટ્રીય મેચનો આનંદ
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દોઢ દાયકા પછી પણ આનંદ માણી રહ્યો છે. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ ટુર્નામેન્ટ રમાશે. કોહલીએ કહ્યું કે તે ઘરઆંગણે વર્લ્ડ કપ રમવાના પડકાર માટે તે હાલમાં તૈયારી કરી રહ્યો છે. તમારી સામે જે પણ પડકાર છે, તમારે તેના વિશે જાણવાની ઉત્સુકતા હોવી જોઈએ. મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે ઉત્સાહિત થશો. તેનાથી ડરશો નહીં. 15 વર્ષ પછી પણ, મને આ પ્રકારની ગેમ ગમે છે. વર્લ્ડ કપ 2023 તેમાંથી એક પડકાર છે. તે મને ઉત્તેજિત કરે છે, મને કંઈક નવું જોઈએ છે જે મને આગલા લેવલ પર લઈ જશે.

એ સમયે હું સમજી શક્યો નહી
કોહલીએ એ વાત પણ સ્વીકારી લીધી છે કે, ટીમની અપેક્ષાનું પ્રેશર મારા પર હશે. પ્રેશર તો કાયમ રહે છે. ફેન્સ એવું ઈચ્છે છે કે, અમે વિશ્વકપ જીતીએ. તેઓ મારાથી વધારે નહીં ઈચ્છતા હોય. મને સારી રીતે ખ્યાલ છે કે, લોકોની આશા અને અપેક્ષા કપ સાથે જોડાયેલી છે. પણ ખેલાડીઓથી વધારે આને કોઈ સમજી ન શકે. કોઈ ઈચ્છી પણ ન શકે. 2011માં વર્લ્ડ કપ જીતવો એ મારી કારકિર્દીની ખાસ વાત છે. હું ત્યારે 23 વર્ષનો હતો અને કદાચ હું તેનું મહત્વ સમજી શક્યો ન હતો.
એ તો સપનાને સાકાર કરવા જેવું હતું
હવે 34 વર્ષની ઉંમરે ઘણા વર્લ્ડ કપ વધુ રમ્યા છે. જે અમે જીત્યા નથી. તેથી હું તમામ વરિષ્ઠ ખેલાડીઓ (2011માં)ની ભાવનાઓને શેર કરું છું, 'સચિન તેંડુલકર માટે પણ વધુ કારણ કે તે તેનો છેલ્લો વર્લ્ડ કપ હતો. તે અત્યાર સુધી ઘણા વર્લ્ડ કપ રમી ચૂક્યા છે અને તેના વતન મુંબઈમાં તેને જીતવો તેના માટે ખૂબ જ ખાસ હતો. મારો મતલબ, તે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું.'