• અક્ષર પટેલ ભારતીય ટીમનો બેસ્ટ ફીલ્ડર
  • અક્ષર પટેલે એક પણ કેચ ડ્રોપ કર્યો નથી
  • બીજા નંબરે સૂર્યકુમાર યાદવનું નામ

ભારતીય ટીમ અત્યારે એશિયા કપની તૈયારી કરી રહી છે. આ મલ્ટી નેશન ટૂર્નામેન્ટની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેય વિભાગ મજબૂત કરી રહી છે. કોઈ પણ ટીમને જીત અપાવવા માટે ફીલ્ડિંગ ખુબ મહત્વની હોય છે. ફીલ્ડિંગમાં એક કેચ ટીમને મેચ જીતાડી પણ શકે અને મેચ હરાવી પણ શકે છે.

અક્ષર પટેલ કેચ લેવા મામલે ટોચ પર

2019 વર્લ્ડકપ બાદથી અત્યાર સુધી ભારત માટે ઓલરાઉન્ડર અક્ષર પટેલ કેચ લેવા મામલે સૌથી બેસ્ટ રહ્યા છે. 2019 વર્લ્ડકપ બાદથી અક્ષર પટેલે એક પણ કેચ છોડ્યો નથી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલી જેવા ફીલ્ડરે પણ કેચ ડ્રોપ કર્યો છે. અક્ષર બાદ બીજા નંબરે T-20 આંતરરાષ્ટ્રીય નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાગવ આવે છે.

સૂર્યકુમાર યાદવે 13 કેચ કર્યા

સૂર્યકુમાર યાદવ પાસે કુલ 15 કેચ આવ્યા છે. જેમાં સૂર્યાએ 2 કેચ ડ્રોપ કર્યા છે. તેમણે 88.2 ટકા કેચ લીધા છે. જે બાદ ત્રીજા નંબર પર વિરાટ કોહલી આવે છે. કોહલી પાસે 2019 વર્લ્ડકપથી લઈને અત્યાર સુધી 25 કેચ આવ્યા છે. જેમાંથી કોહલીએ 20 કેચ કર્યા છે અને 5 કેચ ડ્રોપ કર્યા છે. આ લિસ્ટમાં ચોથા નંબરે સ્ટાર ફીલ્ડર રવિન્દ્ર જાડેજા આવે છે. રવિન્દ્ર જાડેજાએ 10 કેચ કર્યા છે અને 2 કેચ ડ્રોપ કર્યો છે.

કેપ્ટન રોહિત શર્માએ 4 કેચ ડ્રોપ કર્યા

આ લિસ્ટમાં આગળ કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ આવે છે. રોહિત શર્મા 2019 વર્લ્ડકપ બાદ કેચ પકડવા મામલે ખુબ પાછળ છે. રોહિત શર્મા પાસે 11 કેચ આવ્યા છે. જેમાંથી રોહિતે 4 કેચ ડ્રોપ કર્યો છે.

2019 વર્લ્ડકપ બાદ ભારતીય ફીલ્ડર્સનું પ્રદર્શન

ફીલ્ડરકેચકેચ ડ્રોપટકાવારી
અક્ષર પટેલ80100
સૂર્યકુમાર યાદવ 
13 

88.2
વિરાટ કોહલી 20 83.3
રવિન્દ્ર જાડેજા 83.3
કેએલ રાહુલ 380
શ્રેયસ અય્યર


76.5
ઈશાન કિશન 75
શુભમન ગિલ 
12

75
હાર્દિક પંડ્યા75
રોહિત શર્મા 73

  • Follow us on: