- અત્યાર સુધીમાં ત્રીજા ક્રમે ઊતરીને મોટો સ્કોર કર્યો
- બોલર્સ વિશે પણ વાત કરીને જોરદાર ચર્ચા કરી લીધી
- વર્લ્ડકપની તૈયારીઓ ભારતમાં શરૂ થઈ ચૂકી છે
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સે વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે. વિરાટ કહોલી પર તેમણે પોતાની જોરદાર પ્રતિક્રિયા આપી દીધી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે આગામી એશિયા કપમાં વિરાટ કોહલીની બેટિંગ સ્થિતિને લઈને મોટું નિવેદન આપ્યું છે. એબી ડી વિલિયર્સનું માનવું છે કે, વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023માં ચોથા નંબર પર ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તે મિડલ ઓર્ડરમાં દરેક ભૂમિકા ભજવીને ઇનિંગ્સનો મોટો સ્કોર આપી શકે છે.
જોરદાર ખેલાડીનો ક્રમ મહત્વનો
વિરાટ કોહલી લાંબા સમયથી ODI ફોર્મેટમાં ત્રીજા નંબર પર રમી રહ્યો છે. જોકે, આ વખતેની ટુર્નામેન્ટમાં એનો ક્રમ બદલાય તો નવાઈ નહીં દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે આગામી એશિયા કપમાં વિરાટ કોહલીની બેટિંગ સ્થિતિને લઈને એક મોટી ખાસ વાત કહી દીધી છે. એબી ડી વિલિયર્સનું માનવું છે કે, વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023માં ચોથા નંબર પર ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તે મિડલ ઓર્ડરમાં સારૂ એવું બેટિંગ કરી શકે છે.
મોટી ભૂમિકા ભજવી શકે છે
આ ક્રમ પર દરેક ભૂમિકા ભજવીને ઇનિંગ્સનો સુગમ બની શકે છે. વિરાટ કોહલી લાંબા સમયથી ODI ફોર્મેટમાં ત્રીજા નંબર પર રમી રહ્યો છે. યુવરાજસિંહ ક્રિકેટમાંથી વિદાય લીધા બાદ ચોથા ક્રમે રમે એવો કોઈ ખાસ ખેલાડી ન હતો. બે મહિના બાદ ભારતમાં વર્લ્ડકપ થવાનો છે. તેથી અત્યારથી આ ક્રમને લઈને ક્રિકેટ ફેન્સમાં મોટી ચર્ચા થઈ રહી છે. ડિવિલિયર્સે પોતાની એક યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, અમે હજું પણ એવી ચર્ચા કરી રહ્યા છીએ કે, ભારતીય ક્રિકેટ ટીમમાંથી ચોથા ક્રમે કોણ ઊતરશે. મને એવુ લાગે છે કે, વિરાટ કોહલીને ઊતારી શકાય એમ છે. એ મજબુત ખેલાડી છે. ચોથા ક્રમ માટે તે પર્ફેક્ટ વ્યક્તિ છે. પણ એને ત્રીજા ક્રમે ઊતરવું વધારે પસંદ છે.
ત્રીજા ક્રમે ઊતરીને મોટો સ્કોર
વિરાટે ત્રીજા ક્રમે ઊતરીને મોટો સ્કોર બનાવી દીધો છે. આની પણ ફેન્સ નોંધ લઈ રહ્યા છે. ટીમ પણ એના પાસેથી મોટી અપેક્ષા રાખી રહી છે. કોહલી (વિરાટ કોહલી)એ પણ ચોથા નંબર પર 39 ઇનિંગ્સમાં 1767 રન બનાવ્યા છે. જોકે, તે છેલ્લે જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં ચોથા નંબર પર રમ્યો હતો. એશિયા કપ માટે ભારતીય ટીમમાંથી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને બાકાત રાખવાથી નિરાશ એબી ડી વિલિયર્સે કહ્યું, 'ચહલને પડતો મૂકવામાં આવ્યો છે. પસંદગીકારોએ સંકેત આપ્યો છે કે તેઓ કોને પસંદ કરશે. હું આનાથી નિરાશ છું. યુજી સારો બોલર છે અને ટીમમાં લેગ સ્પિનનો વિકલ્પ હોવો જોઈએ.