- જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ
- હાર્દિક અને કોહલીની કરી બરાબરી
- આયરલેન્ડને 2 મેચમાં હરાવ્યું
ભારતીય ટીમ અત્યારે આયરલેન્ડના પ્રવાસે છે. આયરલેન્ડમાં ભારતીય ટીમ હજુ 1 T-20 મેચ રમશે. આ સીરિઝની પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. હવે ટીમની નજર કેપ્ટન જસપ્રીત બુમરાહના નૈતૃત્વમાં સીરિઝમાં ક્લીન સ્વીપ કરવા પર છે. સાથે પોતાની કપ્તાનીના કરિયરની શરૂઆત કરવા સાથે બુમરાહે ખુદને કોહલી અને હાર્દિક પંડ્યાની લીગમાં સામેલ કર્યો છે.
11 મહિના બાદ બુરાહની થઈ વાપસી
ટીમ ઈન્ડિયામાં 11 મહિના બાદ પરત આવનારા જસપ્રીત બુમરાહના પ્રદર્શન પર આ સીરિઝમાં તમામની નજર હતી. પરત આવ્યાની સાથે બુમરાહને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. બુમરાહે આ સીરિઝની પ્રથમ બંને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બુમરાહ પાસે હાર્દિક અને કોહલીનો રેકોર્ડ તોડવાની તક
જસપ્રીત બુમરાહ કેપ્ટન તરીકે T-20 આંતરરાષ્ટ્રીય ભારતીય કેપ્ટન તરીકે આયરલેન્ડ વિરુદ્ધ સૌથી વધુ T-20 મેચ જીતવા મામલે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની બરાબર પહોંચી ગયો છે. વિરાટે વર્ષ 2018માં અને હાર્દિકે વર્ષ 2022માં આયરલેન્ડ વિરુદ્ધ કેપ્ટન તરીકે જીત મેળવી હતી. હવે બુમરાહે પાસે આ બંને કેપ્ટનને પાછળ છોડવાની તક છે.
ત્રીજી T-20માં ભારતીય ટીમમાં થઈ શકે ફેરફાર
આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝમાં 2 જીત મેળવ્યા બાદ આવતીકાલે ભારતીય ટીમ ત્રીજી અને છેલ્લી મેચ રમશે. આ મેચમાં ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. આવતીકાલની મેચમાં ફાસ્ટ બોલર તરીકે આવેશ ખાનને તક આપવામાં આવી શકે છે. સાથે વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. અત્યાર સુધી રમવામાં આવેલી 2 મેચમાં તિલક વર્મા કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. જેથી તેમના પ્રદર્શન પર પણ તમામ લોકોની નજર રહેશે.