- રિંકૂ સિંહ બની શકે ભારતીય ટીમનો ફિનિશર
- પૂર્વ ખેલાડી કિરણ મોરેએ કર્યો દાવો
- રિંકૂએ ઘરેલૂ મેચમાં કર્યું સારૂં પ્રદર્શન
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિંકૂ સિંહને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. રિંકૂએ ઘરેલૂ મેચમાં સારૂં પ્રદર્શન કર્યું છે. તે આયરલેન્ડ વિરુદ્ધ T-20 સીરિઝની પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ હતા, પરંતુ તેમને બેટિંગ કરવાની તક મળી નહતી. રિંકૂએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ તમામ વચ્ચે પૂર્વ ભારતીય ખેલાડી કિરણ મોરેએ રિંકૂ સિંહની પ્રશંસા કરી છે. તેમનું માનવું છે કે, રિંકૂ ટીમ ઈન્ડિયા માટે સારા ફિનિશનર બની શકે છે.
રિંકૂ 5 અથવા 6 નંબર પર સારૂં રમે છે
કિરણ મોરેએ કહ્યું કે, હું ટીમ ઈન્ડિયામાં રિંકૂને તક મળે તેની રાહ જોતો હતો. તે બેટિંગ પોઝીશન 5 અથવા 6 પર સારૂં પરફોર્મ કરે છે. તે આ નંબર પર બેટિંગ કરીને સારા ફિનિશરની ભૂમિકા નિભાવી શકે છે. આપણે તમામે મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહેને જોયા છે. આ ખેલાડી બાદ આપણે તેમના જેવો જ ખેલાડી મળ્યો છે.
તિલક વર્મ પણ ફિનિશર બની શકે
તેમણે કહ્યું કે, આપણે ધોની અને યુવરાજ જેવા ખેલાડી બનાવવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ આપણે સફળતા મળી નથી. તિલક વર્મા પણ આ ભૂમિકા નિભાવી શકે છે. રિંકૂ બ્રિલિયન્ટ ફિલ્ડર પણ છે. મેં રિંકૂને ઘરેલૂ ક્રિકેટમાં રમતો જોયો છે. તેમણે ઘરેલૂ ક્રિકેટમાં પણ સારૂં પ્રદર્શન કર્યું છે. અક્ષર પટેલ પણ આવું કરી શકે છે, પરંતુ રિંકૂ સૌથી અલગ છે.
રિંકૂ સિંહનું કરિયર
રિંકૂ લિસ્ટ એમાં 55 મેચ રમ્યો છે. આ દરમિયાન તેમણે 1 હજાર 844 રન બનાવ્યા છે. જેમાં રિંકૂએ એક સદી અને 17 ફિફ્ટી પણ લગાવી છે. રિંકૂએ 42 ફર્સ્ટ ક્લાસ મેચમાં 3 હજાર 7 રન બનાવ્યા છે. રિંકૂએ આ ફોર્મેટમાં 7 સદી અને 19 ફિફ્ટી ફટકારી છે. તે 90 T-20 મેચમાં 1 હજાર 768 રન બનાવી ચૂક્યા છે. જેમાં તેમણે 10 ફિફ્ટી પણ ફટાકારી છે.