• વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર
  • BCCIએ 15 સભ્યોના સ્ક્વોડની કરી જાહેરાત
  • વર્લ્ડકપ ટીમમાં સૂર્યાને સ્થાન મળતાં ડિવિલિયર્સ ખુશ થયો

આગામી વનડે વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં સૂર્યકુમાર યાદવને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઈ ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સૂર્યાની વનડે વર્લ્ડકપ ટીમમાં પસંદગી પર દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર મિસ્ટર-360 એટલે એબી ડિવિલિયર્સે પણ ખુશી વ્યક્ત કરી છે. સાથે જ એબીએ સૂર્યકુમાર યાદવને લઈ મોટું નિવેદન આપ્યું છે.

સૂર્યાને વર્લ્ડકપ ટીમમાં જોઈને આનંદ થયો

સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરીને એબી ડિવિલિયર્સે કહ્યું કે, હું તેમનો મોટો પ્રશંસક છું. જેથી હું આ વાતને લઈ ખુબ ખુશ છું કે, વનડે વર્લ્ડકપ ટીમમાં તે ટીમ ઈન્ડિયાનો ભાગ છે. આ વાત માટે હું ખુશી સાથે રાહત પણ અનુભવી રહ્યો છું.

મારી જેમ રમે છે સૂર્યા

જો કે, વનડેમાં સૂર્યાના પ્રદર્શનને લઈ એબી ડિવિલિયર્સે કહ્યું કે, હું સૂર્યકુમાર યાદવનો મોટો પ્રશંસક છું. હું જે પ્રકારે રમું છું, તે જ પ્રકારે સૂર્યકુમાર યાદવ પણ રમે છે, પરંતુ વનડેમાં સૂર્યાએ હજુ કમાલ કર્યો નથી. સૂર્યા પાસે વનડેમાં કમાલ કરવાની પણ ક્ષમતા છે અને તે વનડેમાં પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી T-20ની અપેક્ષા અનુસાર વનડેમાં શાનદાર પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ આમ છતાં સિલેક્ટર્સે તેની વર્લ્ડકપ ટીમ માટે પસંદગી કરી છે. જેથી હવે સૂર્યકુમાર યાદવ વનડેમાં સારૂં પ્રદર્શન કરે, તેવી આશા છે.

  • Follow us on: