• 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં રમવામાં આવશે વર્લ્ડકપ
  • ધર્મશાળામાં રમવામાં આવશે 5 મેચ

હિમાચલપ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં સ્થિત ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ વર્લ્ડકપ માટે તૈયાર છે. આ મેદાન પર ICC વનડે વર્લ્ડકપ 2023ની 5 મેચ રમવામાં આવશે. 7 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી અહીં 5 ડે-નાઈટ મેચ રમવામાં આવશે. જેની તૈયારી પણ પૂર્ણ થઈ ચૂકી છે. આ મેદાન પર 25 હજાર દર્શકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.

ધર્મશાળામાં વર્લ્ડકપની આ 5 મેચ રમાશે

તારીખટીમ
7 ઓક્ટોબરબાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન
10 ઓક્ટોબરઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશ
17 ઓક્ટોબરદક્ષિણ આફ્રિકા vs નેધરલેન્ડ
22 ઓક્ટોબરભારત VS ન્યૂઝીલેન્ડ
28 ઓક્ટોબરઓસ્ટ્રેલિયા VS ન્યૂઝીલેન્ડ

મેચની ટિકિટ ઓનલાઈન કેવી રીતે બુક થઈ શકશે

- સૌથી પહેલાં BookMyShowની ઓફિશિયલ વેબસાઈટ અથવા એપની મુલાકાત લો

- ICC વનડે વર્લ્ડકપ 2023 ઓનલાઈન ટિકિટ પર ક્લિક કરો

– જે તારીખની મેચ જોવા માંગો છો, તે સિલેક્ટ કરો

– રજિસ્ટર પર ક્લિક કરો

– જરૂરી માહિતી આપીને ફોર્મ ભરો

– ફોર્મ ભર્યા બાદ સબમિટ પર ક્લિક કરો

સ્ટેડિયમમાં કરવામાં આવ્યા અમુક ફેરફાર

વર્લ્ડકપ 2023ની મેચ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સ્ટેડિયમમાં ફેરફાર કર્યો છે. મેદાન પર નવી ઘાંસ લગાવવામાં આવી છે. આઉટ ફીલ્ડ પણ પહેલાંથી શ્રેષ્ઠ છે. ડ્રેસિંગ રૂમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દર્શકોને પણ અનેક નવી સુવિધા મળશે. ડે-નાઈટ મેચ માટે LED ફ્લડ લાઈટ્સ લગાવવામાં આવી છે. ફ્લટ લાઈટના 4 પોલ લગાવાયા છે. જેના પર 1 હજાર 620 વોલ્ટની LED લાઈટ લગાવવામાં આવી છે. આનાથી વીજળીની પણ બચત થશે.

  • Follow us on: