ન્યુઝીલેન્ડની ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ જીતીને કીવી ટીમ 1-0થી આગળ છે. બીજી તરફ લિસ્ટ A ક્રિકેટમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનોમાં અરાજકતા જોવા મળી રહી છે. કિવી બેટ્સમેને ભારત અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને પાછળ છોડીને નવો ઈતિહાસ રચ્યો છે. હવે આ કિવી બેટ્સમેન લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.


ચાડ બોવેસે રચ્યો ઈતિહાસ

આ દિવસોમાં ન્યુઝીલેન્ડમાં વન-ડે ટુર્નામેન્ટ ફોર્ડ ટ્રોફી રમાઈ રહી છે. છઠ્ઠી મેચમાં કેન્ટરબરી માટે શાનદાર બેટિંગ કરતા ચાડ બોવેસે સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી આ રેકોર્ડ ભારતના નારાયણ જગદીસન અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડના નામે હતો. આ બંનેએ સંયુક્ત રીતે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હવે ચાડ બોવેસે આ બંને ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. નારાયણ જગદીસન અને ટ્રેવિસ હેડ બંનેએ 114-114 બોલમાં બેવડી સદી ફટકારી હતી.

ચાડ બોવેસે 103 બોલમાં બેવડી સદી ફટકારી

આ મેચમાં ઓટાગોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ કેન્ટરબરીને પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. જોકે કેન્ટરબરીની કેટલીક વિકેટો વહેલી પડી ગઈ હતી, પરંતુ ક્રીઝ પર આવેલા ચાડ બોવેસે ઓટાગોની બોલરોની ધોલાઈ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ મેચમાં બોવેસે પોતાની ફિફ્ટી 26 બોલમાં પૂરી કરી હતી, ત્યારપછી ચાડે તેની સદી પૂરી કરવા માટે 53 બોલમાં લીધા હતા, જ્યારે ચાડે 77 બોલમાં 150 રન પૂરા કર્યા હતા. આ પછી ચાડ બોવેસે માત્ર 103 બોલમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.


  • Follow us on: