- કતાર એરપોર્ટ પર સ્ટાઇલિસ્ટ અવતારમાં જોવા મળી ઇંગ્લિશ ખેલાડીઓની પાર્ટનર્સ
- ટૂંકા સ્કર્ટ અને લો-કટ ટોપ જેવા પોશાક પહેરવાનું ટાળવાની સલાહ
- સ્ટાઈલિશ કોની જોન્સે ખેલાડીઓના પાર્ટનર સાથે ડ્રેસિંગ વિશે વાત કરી
ફિફા વર્લ્ડકપ 2022માં જ્યાં ઇંગ્લિશ ફૂટબોલરો મેદાનમાં ચમકશે. એવામાં ઇંગ્લિશ ખેલાડીઓની ગર્લફ્રેન્ડ પણ તેમને પ્રોત્સાહિત કરવા કતારમાં આવી પહોંચી હતી. તેઓ બ્રિટિશ એરવેઝની ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા દોહા પહોંચી છે અને એરપોર્ટ પર ઘણા સામાન સાથે જોવા મળી હતી. ઇંગ્લિશ ખેલાડીઓના પાર્ટનર MSC વર્લ્ડ યુરોપા પર રહેશે, જે એક લક્ઝરી ક્રૂઝ છે. આ ક્રુઝમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઇંગ્લિશ ખેલાડીઓની ગર્લફ્રેન્ડનું કતારમાં આગમન
શાશા એટવુડ જેક ગ્રેલીશની ગર્લફ્રેન્ડ છે. ગ્રેલિશ એટેકિંગ મિડફિલ્ડર તરીકે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર સિટી માટે રમે છે. કાયલ વોકરની પાર્ટનર એનીએ પણ ઈંગ્લેન્ડની કેપ અને અનેક સૂટકેસ સાથે પોઝ આપ્યો હતો. વોકર ડિફેન્ડર તરીકે અંગ્રેજી ક્લબ માન્ચેસ્ટર સિટીનું પ્રતિનિધિત્વ પણ કરે છે. મેગન પિકફોર્ડ તેના પતિ જોર્ડનના ચહેરા સાથે એક ઢીંગલી સાથે જોવા મળી હતી. વર્લ્ડકપમાં ઈરાન સામેની મેચમાં જોર્ડન પિકફોર્ડને ગોલકીપર તરીકે પ્રારંભિક ઈલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા છે. હેરી મેગુયરની પત્ની ફર્ન પણ માન્ચેસ્ટર એરપોર્ટ પર જોવા મળી હતી. હેરી મેગુઇરને પ્રારંભિક ઇલેવનમાં સ્થાન મળવાની આશા ઓછી છે. મેગુઇર વર્તમાન કોચ ગેરેથ સાઉથગેટનો પ્રિય ખેલાડી છે, પરંતુ યુરો કપ બાદ તેના ફોર્મમાં ઘટાડો જોવા મળ્યો છે.
કતારમાં કડક નિયમોનું પાલન કરવું પડશે
કતારે ફૂટબોલ વર્લ્ડકપને લઈને ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. આમાં ડ્રેસ કોડનો નિયમ પણ છે. મહિલા ચાહકોને તેમના ખભા અને ઘૂંટણ ઢાંકવા માટે કહેવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ લાંબા સ્કર્ટ અથવા ટ્રાઉઝર પહેરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે વાંધાજનક નારાઓવાળા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ રહેશે.

ટૂંકા સ્કર્ટ અને લો-કટ ટોપ પર પ્રતિબંધ
આવી સ્થિતિમાં, ઇંગ્લિશ ખેલાડીઓના પાર્ટનરને ટૂંકા સ્કર્ટ અને લો-કટ ટોપ જેવા પોશાક પહેરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, પર્સનલ સ્ટાઈલિશ કોની જોન્સે લ્યુક શૉના પાર્ટનર અનુષ્કા સેન્ટોસ, જ્હોન સ્ટોનના પાર્ટનર લિવ નેલર અને માર્કસ રૅશફોર્ડની મંગેતર લુસિયા લોઈ સાથે પણ કતારમાં ડ્રેસિંગ વિશે વાત કરી છે.
21 નવેમ્બરે ઈરાન સામે ટક્કર
ફિફા વર્લ્ડ કપની મેચમાં ઈંગ્લેન્ડની ટીમ સોમવારે (21 નવેમ્બર) ઈરાન સામે ટકરાશે. આ મેચમાં ઈંગ્લેન્ડને જીતની દાવેદાર માનવામાં આવે છે, પરંતુ તે ઈરાનને બિલકુલ હળવાશથી લઈ શકે નહીં.