- પોર્ટુગલની હાર બાદ મચ્યો હાહાકાર
- ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને બહાર કરનારા કોચનું રાજીનામું
- પોર્ટુગલ મોરક્કો સામે 0-1થી હાર્યું હતું
ફર્નાંડો સેંટોસે પોર્ટુગલ ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું છે. ફર્નાંડો સેંટોસે પોતાની ટીમ ફીફા વિશ્વ કપ 2022થી બહાર થઈ તે પછી આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે પોર્ટુગલને ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોની સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સેંટોસે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને બેંચ પર બેસાડી દેવાયો હતો. જો કે રોનાલ્ડો બીજા હાફમાં સબ્સ્ટીટ્યૂટ પ્લેયરના રૂપમાં મેદાને આવ્યો હતો. પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ સેંટોસે રોનાલ્ડોને લઈને ચોંકાવનારો નિર્ણય લીધો હતો.
FPFએ આપી જાણકારી
પોર્ટુગલ ફૂટબોલ મહાસંઘે ફર્નાંડો સેંટોસના કોચ પદેથી હટવાની જાણકારી આપી છે. તેઓએ એમ પણ કહ્યું કે બંને પક્ષે મળીને આ નિર્ણય લીધો છે. કેમકે આ એક નવી શરૂઆત કરવાનો યોગ્ય સમય છે. સેંટોસે પોતાના છેલ્લા વીડિયોમાં કહ્યું કે પોર્ટુગલને કોચિંગ આપવાનું એક સપનાનું સાચું થવા બરોબર હતું અને તેમના જીવનનું લક્ષ્ય હવે પૂરું થઈ ચૂક્યું છે.
ફર્નાંડો સેંટોસે એમ પણ કહ્યું કે જ્યારે તમે કોઈ ગ્રૂપનું નેતૃત્વ કરો છો તો તમારે કેટલાક કઠોર નિર્ણય પણ લેવા પડે છે. આ સામાન્ય વાત છે કે દરેક લોકો મારા નિર્ણયથી ખુશ નથી. પણ મેં જે નિર્ણય લીધા છે તે ટીમના હિતને ધ્યાનમાં રાખીને લીધા છે.
આ દિગ્ગજ કોચની રેસમાં આગળ
મળતી માહિતી અનુસાર ટીમને જીતાડવા સિવાય ફર્નાંડો સેંટોસ સૌથી વધુ ગેમ અને સૌથી વધુ જીત અપાવનારા કોચ છે. રાષ્ટ્રીય ટીમના પ્રમુખના રૂપમાં ફર્નાર્ડો સેંટોસ જેવા કોચ અને વ્યક્તિનું હોવું એક સમ્માનની વાત હતી. એફપીએફે એમ પણ કહ્યું કે તેનું બોર્ડ હવે નવા કોચની નિમણૂંકની પ્રક્રિયા શરૂ કરશે. મળતી માહિતિ અનુસાર એએસ રોમાના મેનેજર જોસ મોરિન્હો, પોર્ટુગલ અંડર -21 ટીમના કોચ રુઈ જોર્જ અને લિલે બૉસ પાઉલો ફોંસેકાના નામ રેસમાં છે.
પોતાની રણનીતિના કારણે વિવાદમાં રહેવા છતાં ફર્નાંડો સેંટોસનો કાર્યકાળ સારો રહ્યો. સેંટોસે 2014માં પોર્ટુગલના કોચના રૂપમાં પદભાર સંભાળ્યો અને 109 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું. તેમના કોચિંગમાં પોર્ટુગલે 2016માં યૂરો કપ અને 2018-19માં યૂઈએફએ નેશન્સ લીગ જીતી હતી.