- ફ્રાન્સ અને આર્જેન્ટિનાની ટીમ રમશે ફાઈનલમાં
- એમબાપ્પે અને લિયોનલ મેસ્સીનો મુકાબલો રહેશે ખાસ
- સેરેમનીમાં નોરા ફતેહી કરશે પરફોર્મ
FIFA World Cup 2022 કતારમાં રમાઈ રહી છે. આજે એટલે કે 18 ડિસેમ્બરે તેની ફાઈનલ મેચ રમાશે. આ બ્લોકબસ્ટરમાં 2-2 વારની ચેમ્પિયન ટીમો ફ્રાન્સ અને આર્જેન્ટિનાની ટક્કર જોવા મળશે. ફાઈનલ મેચ કોઈ સ્ટાર વોરથી ઓછી નહીં હોય કેમકે એમબાપ્પે અને લિયોનલ મેસ્સીનો મુકાબલો આ મેચમાં ખાસ રહેશે.
ફાઈનલ મેચ પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની
ખાસ વાત તો એ છે કે ફાઈનલ મેચ પહેલા ક્લોઝિંગ સેરેમની યોજાશે. આ મહામુકાબલાની સાથે આ ક્લોઝિંગ સેરેમનીની પણ તમામ લોકો રાહ જોઈ રહ્યા છે. ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી પણ પરફોર્મ કરશે. તો જાણો FIFA World Cup 2022ની ક્લોઝિંગ સેરેમની ક્યારે અને ક્યાં યોજાશે અને કોણ કોણ પરફોર્મ કરશે.
ક્યારે યોજાશે ક્લોઝિંગ સેરેમની
ક્લોઝિંગ સેરેમનીને ફ્રાન્સ અને આર્જેન્ટિનાની વચ્ચે યોજાનારી મેચ પહેલા આયોજિત કરાશે. આ ક્લોઝિંગ સેરેમની ભારતીય સમયાનુસાર 6.30 વાગે શરૂ થશે. ક્લોઝિંગ સેરેમની અડધો કલાક ચાલે તેવી શક્યતા છે. 18 ડિસેમ્બરે એટલે કે આજે કતારનો નેશનલ ડે પણ છે. આ કારણે અહીં આતિશબાજીની પણ શક્યતા છે.
ક્યાં યોજાશે સેરેમની
સમાપન સમારોહ અને ફાઈનલ મેચ બંનેનું આયોજન લુસૈલ સ્ટેડિયમમાં કરાશે. લુસૈલ સ્ટેડિયમ કતારનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમની ક્ષમતા 89 હજાર દર્શકોની છે.
ક્યાં જોઈ શકશો ક્લોઝિંગ સેરેમની
ફીફા વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીને ભારતમાં Sports18 અને Sports18 HD પર પ્રસારિત કરાશે. આ સાથે તમે તેને JioCinema એપ અને વેબસાઈટ પર પણ માણી શકશો.
કોણ કોણ કરશે પરફોર્મ
ફીફાએ હજુ સુધી પરફોર્મ કરનારા કલાકારોના નામ જાહેર કર્યા નથી. ભારતીય અભિનેત્રી નોરા ફતેહી સિવાય આ સમારોહમાં કોણ પરફોર્મ કરશે તે જાહેર થયું નથી. સાથે જ નાઈજિરિયાઈ- અમેરિકી સંગીતકાર ડેવિડો પણ આ સમારોહમાં વર્લ્ડકપ 2022ના થીમ સોન્ગ પર પરફોર્મ કરશે.