• ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની મહિલા ફેને હદ વટાવી
  • જીત બાદ મહિલા ફેને મેદાનમાં ટોપ ઉતાર્યું
  • સ્ટેડિયમમાં પ્રશંસકો આ નજારો જોઈને દંગ રહી ગયા

અંતિમ સીટી વાગતા જ આર્જેન્ટીના કેમ્પમાં ઉજવણીનો માહોલ છવાયો હતો. કેમેરાએ પ્રશંસકોની ઉજવણી બતાવવાનું શરૂ કર્યું કે તરત જ આખી દુનિયા સમક્ષ ટોપલેસ મહિલા ફેન જોવા મળી.


નજારો જોઈને દંગ રહી ગયા દર્શકો

FIFA વર્લ્ડ કપ જીતવાની ઉજવણીમાં આર્જેન્ટિનાની એક ફેન ટોપલેસ થઈ ગઈ હતી. જ્યારે ગોન્ઝાલો મોન્ટીલે પેનલ્ટી શૂટઆઉટમાં વિનિંગ કિક પર ગોલ કર્યો ત્યારે તે મહિલા પર બધાની નજર પડી. ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં પ્રશંસકો તરફ કેમેરા ફેરવતા જ લોકો આ નજારો જોઈને દંગ રહી ગયા હતા. મહિલાના હાથમાં આર્જેન્ટિનાની જર્સી દેખાતી હતી. ટીવી પર મેચની મજા માણી રહેલા ઘરે બેઠેલા ચાહકો આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. થોડી જ વારમાં ઇન્ટરનેટ પર આ ઘટનાના સ્ક્રીનશોટ અને ફોટા વાયરલ થઇ ગયા હતા.

સોશિયલ મીડિયા પર દર્શકોની પ્રતિક્રિયા 

ટ્વિટર પર લોકો અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું, 'આર્જેન્ટિનાની મહિલા ફેન ટીવી પર ટોપલેસ હતી.' આશ્ચર્યની વાત એ છે મેચ બાદ'આર્જેન્ટિનાના ટોપલેસ ફેન' ટ્રેન્ડમાં હતું. એકે ટ્વિટ કર્યું, 'ભીડમાં અર્ધનગ્ન આર્જેન્ટિનાની મહિલા ફેન કોઈને દેખાઈ રહી છે? હું આશા રાખું છું કે તે કોઈ મુશ્કેલીમાં ન મુકાઇ.

મિસ ક્રોએશિયાએ પણ હંગામો મચાવ્યો હતો

ઇસ્લામિક દેશ કતાર ખૂબ જ રૂઢિચુસ્ત દેશ હોવાથી અને ખાસ કરીને આ વર્લ્ડ કપ માટે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, આવી સ્થિતિમાં આર્જેન્ટિનાની એક મહિલા પ્રશંસક ટોપ ઉતારી નાચતા તેને જેલની સજા ભોગવવી પડી શકે છે. જોકે, કડક તકેદારી અને નિયમો હોવા છતાં આ વર્લ્ડ કપમાં ભૂતકાળમાં આવી ઘટનાઓ બની છે. ભૂતપૂર્વ મિસ ક્રોએશિયા ઇવાના નોલે સ્ટેડિયમમાં અત્યંત ટૂંકા કપડા પહેરીને બધાને ચોંકાવી દીધા હતા.


કતારના નિયમો ઘણા કડક હતા

વર્લ્ડ કપ માટે કતારે મહિલાઓ માટે ઘણા નિયમો બનાવ્યા હતા, જેમ કે વધુ ચુસ્ત ફિટિંગવાળા કપડા પર પ્રતિબંધ, ક્લીવેજ દર્શાવતા કપડાં પહેરવા પર પ્રતિબંધ હતો. આ કડક નિયમો વચ્ચે આર્જેન્ટિનાની આ મહિલા પ્રશંસકે જે કર્યું તે જાણીને ખબર પડી ગઈ છે કે ફૂટબોલના દિવાનાઓને રોકવું માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ છે.

  • Follow us on: