• આર્જેન્ટિનાને મેચ જીતવાની 35.1 ટકા તક
  • ફ્રાન્સ પાસે જીતવાની 35 ટકા તક
  • 29.1 ટકા આશા છે કે મેચ ડ્રો રહેશે

FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાશે. જ્યારે બંને ટીમો મેદાનમાં ઉતરશે ત્યારે સમગ્ર વિશ્વની નજર લિયોનેલ મેસ્સી અને કિલિયન એમબાપ્પે પર રહેશે. એક તરફ જ્યાં મેસ્સી પોતાની કરિયરમાં વર્લ્ડ કપ જીતવાના સપના સાથે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ એમબાપ્પે જેવા ખેલાડી પોતાની ટીમને સતત બીજી વખત ચેમ્પિયન બનાવવા માટે લડાઈ લડશે.

મેસ્સીની કારકિર્દીમાં ચાર ચાંદ લાગશે!

એક તરફ મેસ્સી માટે આ વખતે અથવા ક્યારેય નહીં. આ ફાઈનલ સાથે એ પણ નક્કી થશે કે મેસ્સી આખરે રમતના મહાન ખેલાડીઓની યાદીમાં પેલે અને ડિએગો મેરાડોનાની હરોળમાં સામેલ થઈ શકશે કે કેમ. ઘણા લોકોના મતે મેસ્સીની કારકિર્દીમાં 35 વર્ષની વયે આખરે તેની ટીમને ફૂટબોલના વર્લ્ડકપની ટ્રોફી જીતાડવામાં સમર્થ છે એમ માને છે, અને આજની ફાઈનલમાં જીત મેળવી તેની કારકિર્દીમાં ચાર ચાંદ લાગશે.


દિગ્ગજો વચ્ચે જબ્બર ટક્કર જોવા મળશે

જો કે, તેના માર્ગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને તેમના સ્ટાર ફૂટબોલર કાયલિયાન એમબાપ્પે ઊભા છે. આઠ વર્ષ પહેલા મેસ્સીએ 2014ની ફાઇનલમાં જર્મની સામે 0-1થી હાર્યા બાદ ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીનો 'ગોલ્ડન બૂટ' એવોર્ડ જીત્યો હતો. આ વખતે તે ચોક્કસપણે 18-કેરેટ સોનાથી બનેલી ટ્રોફી ઉપાડી તેની કારકિર્દીનો અંત લાવવા ઈચ્છશે. જે પણ જીતે છે, આજની રમતમાં બે દિગ્ગજો વચ્ચે જબ્બર ટક્કર જોવા મળશે. આર્જેન્ટિના અને ફ્રાન્સ તેમના પ્રદર્શનથી વિશ્વને ધૂમ મચાવવામાં કોઈ કસર છોડશે નહીં.

સુપર કોમ્પ્યુટરની ભવિષ્યવાણી

ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ મોટો ફટકો પડ્યો હતો જ્યારે તેનો સ્ટાર સ્ટ્રાઈકર કરીમ બેન્ઝેમા ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. પોલ પોગ્બા, એન'ગોલો કાન્ટે, પ્રેસ્નેલ કિમ્પેમ્બે અને કરીમ બેન્ઝેમા જેવા મુખ્ય ખેલાડીઓ બહાર થઇ ગયા હોવા છતાં કોચ ડિડિઅર ડિશૉને ફ્રાન્સનું પ્રદર્શન ઊંચું રાખ્યું હતું. ફ્રાન્સે બધાનું ધ્યાન દોર્યું કે તેમની પાસે પુષ્કળ અનુભવ છે અને તેમના શ્રેષ્ઠ ખેલાડીઓ બહાર હોવા છતાં જીતવાની ક્ષમતા મજબુત છે.


ફ્રાન્સ માટે જીત આસન નહીં હોય

જો કે ગત વર્લ્ડ કપ ફાઈનલની જેમ આ ફાઈનલમાં પણ તેમનો રસ્તો આસાન નથી રહ્યો. ગેમના આંકડાઓનું વિશ્લેષણ કરવા માટે એક કંપની દ્વારા તેના સુપર કોમ્પ્યુટર દ્વારા કાઢવામાં આવેલા ફાઈનલના અંદાજિત આંકડા મુજબ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.

આર્જેન્ટિનાની જીત થશે!

સુપર કમ્પ્યુટરે મેચમાં આર્જેન્ટિનાની ધાર ફ્રાન્સ કરતા માત્ર 0.1 ટકા વધુ હોવાનું જાહેર કર્યું છે. તેમના મતે, આર્જેન્ટિનાને મેચ જીતવાની 35.1 ટકા તક છે, જ્યારે ફ્રાન્સ પાસે જીતવાની 35 ટકા તક છે. 29.1 ટકાને આશા છે કે મેચ ડ્રો રહેશે. મતલબ કે પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નિર્ણય લઈ શકાય છે.

  • Follow us on: