- પ્રથમ T20માં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું
- સાત મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી
- પાકિસ્તાન 7/158, ઇંગ્લેન્ડ 4/160, હાલેસ 53
ઓપનર એલેક્સ હાલેસની અડધી સદી અને હેરી બ્રૂકના અણનમ 42 રનની મદદથી ઇંગ્લેન્ડે અહીં રમાયેલી પ્રથમ T20 ઇન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાનને છ વિકેટે હરાવીને સાત મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. પાકિસ્તાનના સાત વિકેટે 158 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઇંગ્લેન્ડની ટીમે ચાર બોલ બાકી રાખીને 19.2 ઓવરમાં ચાર વિકેટે 160 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.















