• ઋતુરાજ ગાયકવાડને લઈ ભવિષ્યવાણી
  • પૂર્વ સિલેક્ટર કિરણ મોરેએ કરી ભવિષ્યવાણી
  • ઋતુરાજ ગાયકવાડને ભવિષ્યનો કેપ્ટન ગણાવ્યો

ભારતીય ટીમ અત્યારે આયરલેન્ડ વિરુદ્ધ 3 મેચની T-20 સીરિઝ રમી રહી છે. આ સીરિઝમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો છે. સાથે ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ઉપ-કેપ્ટન છે. આ પ્રવાસ પહેલાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝનો પ્રવાસ કર્યો હતો. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ મેચમાં પણ ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સ્થાન મળ્યું હતું. આ તમામ વચ્ચે ઋુતુરાજ ગાયકવાડને લઈ હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટર કિરણ મોરેએ મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, ઋતુરાજ ગાયકવાડ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે.

ઋતુરાજ એક વર્ષથી કરે છે શ્રેષ્ઠ પ્રદર્શન

ઋતુરાજ ગાયકવાડ ગત એક વર્ષથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. IPLની 16મી સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સને લીગ જીતવામાં ગાયકવાડે મહત્વની ભૂમિકા નિભાવી હતી. હવે કિરણ મોરોએ આ તમામ વાતને ધ્યાનમાં રાખીને તેમને ભવિષ્યના કેપ્ટન કહ્યા છે.

ઋતુરાજ ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શની ધરાવે છે ક્ષમતા

કિરણ મોરેએ કહ્યું કે, હું ઋતુરાજ ગાયકવાડના ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યૂની રાહ જોવ છું. ઋતુરાજ તમામ ફોર્મેટમાં ભારતીય ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. તે ભારતના ભવિષ્યના કેપ્ટન બની શકે છે. તે મહેન્દ્રસિંહ ધોનીના નૈતૃત્વમાં રમ્યો છે અને તેની રમત પર પણ પ્રભાવ જોવા મળે છે. ઋતુરાજનો સ્વભાવ શાનદાર છે.

ગાયકવાડ માટે સરળ નથી

પૂર્વ સિલેક્ટર કિરણ મોરેએ આગળ કહ્યું કે, યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. જે બાદ T-20 સીરિઝમાં એક ફિફ્ટી ફટકારી હતી. જેથી ઋતુરાજ ગાયકવાડ માટે સરળ નથી. કારણ કે, અનેક ખેલાડી તેના અસફળ થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે, ગાયકવાડ આ પ્રેશરમાં આગળ વધવામાં સફલ થશે કે નહીં.

  • Follow us on: