- એશિયન ગેમ્સ 2023માં ઋતુરાજ ટીમના કપ્તાની સંભાળતા જોવા મળશે
- ઋતુરાજે આ તક માટે BCCI અને ટીમ મેનેજમેન્ટનો આભાર માન્યો છે
- ઋતુરાજે કહ્યું, અમારું સ્વપ્ન દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે
BCCIએ આ વર્ષે ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટ માટે ભારતીય પુરૂષ ટીમની જાહેરાત કરી છે, જેમાં રુતુરાજ ગાયકવાડ ટીમની કપ્તાની સંભાળતા જોવા મળશે. રુતુરાજ ગાયકવાડ એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવા માટે ઉત્સાહિત છે. તેમજ કેપ્ટનશીપ મળ્યા બાદ ઋતુરાજની પહેલી પ્રતિક્રિયા આવી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયન ગેમ્સ 2023માં ક્રિકેટ ઈવેન્ટ માટે 14 જુલાઈના રોજ પુરૂષ અને મહિલા બંને ટીમોની જાહેરાત કરી હતી. એશિયન ગેમ્સમાં 15 સભ્યોની ભારતીય પુરુષ ટીમને લીડ યુવા ખેલાડી રુતુરાજ ગાયકવાડ કરશે. BCCIના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રુતુરાજે કેપ્ટનશીપની જવાબદારી મળ્યા બાદ પહેલીવાર ખુશી વ્યક્ત કરી છે.
કેપ્ટનશીપ મળ્યા બાદ ઋતુરાજની પ્રતિક્રિયા
BCCI દ્વારા જાહેર કરાયેલા ઋતુરાજ ગાયકવાડના વીડિયોમાં તેમણે કહ્યું કે તેનું સ્વપ્ન દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું અને રાષ્ટ્રગીત ગાવા માટે પોડિયમ પર ઊભા રહેવાનું છે. ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ શરૂ થવાને કારણે, BCCIએ એશિયન ગેમ્સમાં સમગ્ર યુવા ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે.
કેપ્ટન બન્યા બાદ રુતુરાજ ગાયકવાડે કહ્યું કે હું BCCI, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોનો આભાર માનું છું કે જેમણે મને આ જવાબદારી સોંપી. ભારત માટે રમવું હંમેશા ગર્વની વાત છે અને આ મોટી ઈવેન્ટમાં ટીમનું નેતૃત્વ કરવું મારા માટે મોટી વાત છે. આ ટીમમાં આપણા તમામ યુવા ખેલાડીઓ પાસે પોતાને સાબિત કરવાની ઘણી સારી તક હશે.
રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યુ
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરિઝમાં પસંદગી ન થયા બાદ હવે એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં રિંકુ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ટીમમાં એવા પણ ઘણા નામ સામેલ છે, જેઓ છેલ્લા કેટલાક IPLસીઝનથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ટીમમાં અર્શદીપ સિંહ સિવાય ફાસ્ટ બોલિંગમાં અવેશ ખાન, મુકેશ કુમાર અને શિવમ માવી છે.
એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમ
રુતુરાજ ગાયકવાડ (c), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (wk), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટ કીપર).
સ્ટેન્ડબાય ખેલાડીઓ: યશ ઠાકુર, સાંઈ કિશોર, વેંકટેશ ઐયર, દીપક હુડા, સાઈ સુદર્શન