• ઇન્ઝમામ ઉલ હકની PCBમાં વાપસી
  • ઇન્ઝમામ PCBના નવા મુખ્ય સિલેક્ટર બન્યા
  • મુખ્ય સિલેક્ટરની જગ્યા એક મહિનાથી ખાલી હતી

પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકની PCBમાં વાપસી થઈ છે. ઇન્ઝમામ ઉલ હકને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. જેને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, ઇન્ઝમામ ઉલ હક PCBના નવા મુખ્ય સિલેક્ટર બન્યા છે.

હરૂન રશીદનું સ્થાન લેશે ઇન્ઝમામ ઉલ હક

ઇન્ઝમામ ઉલ હક પહેલાં પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે કામ કરી ચૂક્યા છે. ઇન્ઝમામ ઉલ હક વર્ષ 2016થી 2019 સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય સિલેક્ટર રહી ચૂક્યા છે. પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઇન્ઝમામ ઉલ હક પૂર્વ સિલેક્ટર હરૂન રશીદની જગ્યા લેશે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ હરૂન રશીદે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે ઇન્ઝમામ ઉલ હક સામે એશિયા કપ અને વર્લ્ડકપ ટીમની પસંદગી કરવી એ મોટો પડકાર બનશે. રવિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ માટે 13 ખેલાડીઓની પસંદગી કરી છે. આ ઉપરાંત બાકી 2 જગ્યા માટે 6 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કર્યા છે.

ઇન્ઝમામ ઉલ હક પર બેસ્ટ ટીમ પસંદ કરવાની જવાબદારી

આ વર્ષે ભારતમાં વનડે વર્લ્ડકપ રમવામાં આવશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે, જ્યારે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમવામાં આવશે. વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેથી આ વર્લ્ડકપ માટે ટીમની પસંદગી કરવાની જવાબદારી ઇન્ઝમામ ઉલ હક પર રહેશે.

  • Follow us on: