- એશિયા કપમાં ભારત-પાક.આમને-સામને આવશે
- વનડે વર્લ્ડકપમાં પણ બંને વચ્ચે થશે ટકર
- પાક.ના પૂર્વ ખેલાડીએ મેચને લઈ કરી ભવિષ્યવાણી
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી ક્રિકેટ મેચમાં ફાઈનલ જેવો માહોલ હોય છે. ક્રિકેટ ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોતા હોય છે. ICC વનડે વર્લ્ડકપ અને એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે, ત્યારે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વકાર યૂનુસે આ મેચને લઈ ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે પાકિસ્તાનના ખેલાડીઓ કોઈ પ્રકારના દબાવમાં મેચ રમશે નહીં.
4 ખેલાડી મેચ વિનર
આગામી વનડે વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી ટક્કરને લઈ પૂર્વ પાકિસ્તાની ખેલાડી વકાર યૂનુસે એવા 4 ખેલાડીઓના નામ કહ્યા છે. જે પાકિસ્તાની ટીમ માટે મેચ વિનર સાબિત થશે. જેમાં અત્યારના કેપ્ટન બાબર આઝમ ઉપરાંત ફાસ્ટ બોલર શાહીન અફરીદી, ઈમામ ઉલ હક અને ફકર જમાનનું નામ સામેલ છે.
"પાકિસ્તાન પાસે અનેક મેચ વિનર ખેલાડી"
વકાર યૂનુસે કહ્યું કે, પાકિસ્તાન પાસે અનેક મેચ વિનર ખેલાડી છે. ઈમાન ઓપનિંગમાં સારી ઈનિંગ રમી રહ્યો છે. શાહીન અને ફખર જમાને પોતાના પ્રદર્શનથી ટીમને અનેક મેચ જીતાડી છે. કેપ્ટન બાબર આઝમ પણ સારૂં પ્રદર્શન કરી રહ્યો છે. આ તમામ ખેલાડી મોટા મેચમાં આવતું પ્રેશર પણ સારી રીતે સંભાળતા જોવા મળ્યા છે.
"અમારા સમયમાં આવું નહતું"
પોતાના નિવેદનમાં વકાર યૂનુસે આગળ કહ્યું કે, હવે બંને ટીમના ખેલાડીઓમાં મેચ પહેલા પ્રેશર જોવા મળે છે. અમારા સમયમાં આવું નહતું. કારણ કે, અમે એક-બીજા વિરુદ્ધ રમતા હતા. હવે બંને ટીમનો સામનો માત્ર ICC ઈવેન્ટ્સમાં જ થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી એશિયા કપમાં 2 ઓગસ્ટે મેચ યોજાશે. જે બાદ વનડે વર્લ્ડકપ 2023માં બંને ટીમ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ડેડિયમમાં મેચ રમાશે.