• ભારત-પાકિસ્તાન મેચને લઈ પબ્લિક ઓપિનિયન
  • અમદાવાદના લોકોએ તારીખ બદલવા કહ્યું
  • 15 ઓક્ટોબરે પ્રથમ નોરતું

વર્લ્ડકપમાં હાઈવોલ્ટેજ ભારત- પાકિસ્તાન મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોમ્બરે યોજાવાની જાહેરાત બાદ કેટલાક સવાલો ઊભા થયા છે. મેચના દિવસે એટલે કે 15 ઓક્ટોમ્બરે જ નવરાત્રિ શરૂ થતી હોવાથી એક સાથે મેચ અને નવરાત્રિ બન્નેનું મેનેજમેન્ટ કરવું અઘરું બને છે. સાથે સુરક્ષાની દૃષ્ટિએ પણ નવરાત્રિ પર મેચ યોજવી ચિંતાનો વિષય હોવાથી BCCIના સેક્રેટરી જય શાહે સ્ટેટ એસોસિયેશન ઓફ્ વર્લ્ડકપ વેન્યૂની ઈમરજન્સી બેઠક બોલાવી ઈન્ડિયા-પાક. મેચની તારીખ બદલવા માટે ચર્ચા વિચારણા કરી હતી.

જય શાહે શું કહ્યું?

બેઠકમાં જય શાહે કહ્યું કે, મોટાભાગના કમિટી મેમ્બર્સ મેચની તારીખો બદલવાના તરફેણમાં છે, પરંતુ મેચનું સ્થળ અમદાવાદ નહીં બદલાય તે સ્પષ્ટ છે. હવે આ મુદ્દે સંદેશ લિટી લાઈફે અમદાવાદના યંગસ્ટર્સ પાસેથી ઓપિનિયન જાણ્યો હતો. ક્રિકેટ અને નવરાત્રિ રસિયા યંગસ્ટર્સનું કહેવું છે કે, જો નવરાત્રિના એક દિવસ પહેલાં મેચ યોજવામાં આવે તો 'ઘીના ઠામમાં ઘી' ઢોળાય જાય અને શાંતિપૂર્ણ રીતે મેચ યોજાઈ શકે છે.

તારીખ બદલાશે તો હોટલમાં બુકિંગનું રિફંડ નહીં આપે

સંદેશ સિટી લાઈફે સિટીની 10થી વધારે જાણીતી હોટલ્સનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, 80 ટકા હોટલ્સે રિફંડ નહીં આપવાની શરતે બુકિંગ કરેલું છે. જેથી જો મેચની તારીખોમાં ફેરફાર થાય તો હોટલ સંચાલકોને કોઈ ફરક પડશે નહીં, પરંતુ એડવાન્સ બુકિંગ કરાવનારા ગુજરાત બહારથી આવતા ક્રિકેટ ફેન્સને હોટલ તરફથી રિફંડ નહીં આપતા પૈસા ધોવાઈ જવાની ભીતિ છે. વળી 70 હજારથી લઈને 10 લાખ સુધીમાં VVIP એડવાન્સ બુકિંગ કરાવીને હવે આસમાન સે ગીરે ખજૂર મેં અટકે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

મેચ અને નવરાત્રિનું ક્રાઉજ ભેગું થઈ શકે

ભારત-પાકિસ્તાનાન મેચને લઈ સંદેશ સિટી લાઈફે અમદાવાદના ક્રિકેટ પ્રેમીનો ઓપિનિયન જાણ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, 1 લાખ 32 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોમ્બરે ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન એક પણ સીટ ખાલી નહીં રહે, જ્યારે મેચ પૂર્ણ થશે એવા સમયે સિટીના ચાંદખેડા, મોટેરા અને કોબા જેવા સ્ટેડિયમની નજીક આવેલા વિસ્તારોમાંથી નવરાત્રિનું ક્રાઉડ પણ નીકળશે. આ બન્ને ક્રાઉડ એકસાથે બહાર નીકળશે તો આ વિસ્તારમાં ભયંકર ટ્રાફિક સાથે પરિસ્થિતિ વણસી શકવાની પૂરેપૂરી શક્યતા છે. જેથી મારૂં એવું માનવું છે કે, જો મેનેજમેન્ટ એક દિવસ પહેલાં મેચનું આયોજન કરી નાંખે તો સિટીમાં કેઓસ નહીં થાય અને બન્ને વસ્તુ સચવાઈ જશે. મેચના આનંદ સાથે નવરાત્રિમાં ગરબા પણ રમી શકાશે.

સુરક્ષાની દૃષ્ટિએ નવરાત્રિના આગલા દિવસે મેચ થવી જોઈએ

ભારત-પાકિસ્તાનાન મેચને લઈ સંદેશ સિટી લાઈફે અમદાવાદના ગરબા પ્રેમીનો ઓપિનિયન જાણ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્ય તહેવારોમાં નવરાત્રિ આવે છે અને કોવિડ પછી આ પહેલી નવરાત્રિ હશે. જેમાં કોઈ પણ પ્રકારના રિસ્ટ્રિક્શન હશે નહીં. એટલે અમદાવાદી લોકો પણ ગરબા ગાય લેવાના મૂડમાં છે. આ પરિસ્થિતિમાં જો નવરાત્રિના દિવસે મેચ યોજાય તો પોલીસ તંત્ર સ્વભાવિક છે કે નવરાત્રિ અને મેચનું એક સાથે સંચાલન ના કરી શકે. આ પરિસ્થિતિમાં મેચની તારીખો બદલાવી જ હિતાવહક છે. સુરક્ષાની દૃષ્ટિએ પણ નવરાત્રિના આગલા દિવસે મેચ યોજાય તો વધારે સારૂં.

15 ઓક્ટોબરે કેમ ન યોજવી જોઈએ મેચ?

નવરાત્રિ અને મેચનું ટ્રાફિક મેનેજ કરવું મુશ્કેલ

પોલીસની જવાબદારી અને એકસ્ટ્રા ફોર્સ બોલાવી પડે

હોટલ બુકિંગની સમસ્યા સાથે રિફંડના ઇશ્યૂ

  • Follow us on: