• T20 ફોર્મેટમાં વિન્ડીઝ સામે સૌથી વધુ જીત નોંધાવવાની તક
  • વિન્ડીઝ સામે T20માં પાકિસ્તાનની સૌથી વધુ 15 જીત
  • પાંચ મેચની T20 સિરીઝમાં ભારત 1-૦થી આગળ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી T20 ઈન્ટરનેશનલ મેચ આજે રમાશે. જો ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચ જીતે છે, તો ટીમ ઇન્ડિયા પાકિસ્તાનના આ ખાસ રેકોર્ડની બરોબરી કરશે.

T20માં વિન્ડીઝ સામે સૌથી વધુ જીત

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું અને આ દરમિયાન પાકિસ્તાનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો અને હવે તેની પાસે T20 ઈન્ટરનેશનલમાં પણ આવી જ તક હશે. ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝની ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ 68 રને જીતી હતી. જો ટીમ ઈન્ડિયા બીજી T20 ઈન્ટરનેશનલ મેચ જીતે છે, તો તે વેસ્ટ ઈન્ડિઝ સામે આ ફોર્મેટમાં સૌથી વધુ જીત નોંધાવવાના મામલે પાકિસ્તાનની બરાબરી કરી લેશે. વેસ્ટ ઈન્ડિઝે આ ફોર્મેટમાં પાકિસ્તાન સામે 15 જીત નોંધાવી છે, જે વેસ્ટ ઈન્ડિઝ સામે કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ જીત છે.


વિન્ડીઝ સામે ભારતની 14મી T20 જીત

ભારત વિશે વાત કરીએ તો, ભારતે જીતેલી શ્રેણીની પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામેની કુલ 14મી જીત હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમની ગણતરી આ ફોર્મેટમાં સૌથી મજબૂત ટીમોમાં થાય છે. જોકે, ભારત માટે આ રેકોર્ડની બરાબરી કરવી આસાન નહીં હોય કારણ કે કેરેબિયન ટીમ પહેલી હારનું દુ:ખ ભૂલીને જોરદાર વાપસી કરવા ઈચ્છશે.


ચોથી-પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડામાં

શ્રેણીની બીજી મેચ આજે ત્રિનિદાદમાં રમાવાની છે અને ત્યારબાદ બંને ટીમો આ મેદાન પર 2 ઓગસ્ટે શ્રેણીની ત્રીજી મેચ રમશે. સિરીઝની ચોથી અને પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાવાની છે. જે અનુક્રમે 6 અને 7 ઓગસ્ટે રમાશે. આ સાથે જ ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો અંત આવશે.

  • Follow us on: