- પ્રથમ બે મેચમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં
- પાકિસ્તાન પ્રથમ બંને મેચમાં હાર સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર
- સેમિફાઈનલમાં સ્થાન મેળવવા બાર્બાડોઝ વચ્ચે ટક્કર
કોમનવેલ્થ ગેમ્સ વિમેન્સ ક્રિકેટ કોમ્પિટિશન 2022માં ઓસ્ટ્રેલિયાની ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કરી દીધો છે. પ્રથમ બે મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ આસાનીથી સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.
ઓસ્ટ્રેલિયન ટીમની શાનદાર જીત
કોમનવેલ્થ ગેમ્સ મહિલા ક્રિકેટ સ્પર્ધા 2022ની છઠ્ઠી લીગ મેચ ઓસ્ટ્રેલિયા અને બાર્બાડોસની ટીમ વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે આ મેચ મોટા માર્જિનથી જીતી હતી અને આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમે CWG 2022 સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ઈવેન્ટમાં પ્રથમ બે મેચ જીતીને કાંગારૂ ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.

પાકિસ્તાનની ટૂર્નામેન્ટમાંથી બહાર
CWG 2022ના ગ્રુપ Aના ડેબ્યૂ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ રસાકસી ભરી મેચમાં 3 વિકેટથી હરાવ્યું હતું અને હવે રવિવારે 31 જુલાઈના રોજ બાર્બાડોસ સામે 9 વિકેટથી જીત નોંધાવી હતી. આ બે જીતના આધારે કાંગારૂ ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે, જ્યારે આ ગ્રુપમાંથી બીજી કઈ ટીમ સેમિફાઈનલ રમશે તે હજુ નક્કી થયું નથી. આ સિવાય પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
સેમિફાઈનલ માટે ભારત-બાર્બાડોસ વચ્ચે ટક્કર
વાસ્તવમાં, પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ બંને મેચ હારી ગઈ છે અને પાકિસ્તાનને લીગ તબક્કાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સાથે રમવાની છે. જો પાકિસ્તાનની ટીમ આ મેચ જીતી જાય તો પણ ટીમના ખાતામાં માત્ર 2 પોઈન્ટ હશે અને આ સ્થિતિમાં ટીમ ગ્રુપ Aમાં ટોપ-2માં સ્થાન મેળવી શકશે નહીં, કારણ કે બીજી મેચ ભારત અને બાર્બાડોસ વચ્ચે રમાશે, અને બંને ટીમો એક-એક મેચ જીતી ચુકી છે.

ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં
ભારત અને બાર્બાડોસ વચ્ચેની મેચનું પરિણામ ગમે તે આવે, તેની અસર પાકિસ્તાનના રેન્કિંગ પર નહીં પડે અને ટીમ ટોપ-2માં પહોંચી શકશે નહીં. અત્યારે આ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ બાર્બાડોસને 64 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ ટાર્ગેટ કાંગારુ ટીમે 8.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો અને ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી હતી, જેને ICC દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે.