• પૂર્વ ખેલાડીએ કુલદીપ યાદવના વખાણ કર્યા
  • સંજય માંજરેકરે કુલદીપની કરી પ્રશંસા
  • મારા માટે કુલદીપ યાદવ અસલી મેચ વિનર છે

પૂર્વ ત્રીજી T20 મેચમાં 7 વિકેટે જીત મેળવી છે. જેમાં તિલક અને સૂર્યાએ ભાગીદારી કરીને શાનદાર ઈનિંગ રમી હતી. હવે પૂર્વ ખેલાડીએ કુલદીપ યાદવના કર્યા વખાણ કરતા કહ્યું છે કે મેચનો અસલી વિનર કુલદીપ યાદવ છે. આ મેચમાં કુલદીપ યાદવે સારી બોલિંગ કરી હતી. તેણે 28 રનમાં 3 વિકેટ લીધી હતી. પૂર્વ ભારતીય ખેલાડી સંજય માંજરેકરે કુલદીપના વખાણ કર્યા છે.

ટીમની જીતમાં કુલદીપની મહત્વની ભૂમિકા

માંજરેકરે કુલદીપના પ્રદર્શન વિશે ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું, "સૂર્ય કુમાર શાનદાર રીતે રમ્યો, પરંતુ મારા માટે કુલદીપ યાદવ અસલી મેચ વિનર છે." વેસ્ટ ઈન્ડિઝ ટોપ ઓર્ડરની 3 વિકેટ લઈને 159 રનના સ્કોર પર રોકાઈ ગયું હતું. આમાં પૂરનની વિકેટ સામેલ છે. શાબાશ કુલદીપ." ત્રીજી T20 માં, સૂર્યા 3 નંબર પર બેટિંગ કરી હતી. તેણે 44 બોલમાં 83 રન બનાવ્યા હતા. તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાની જીતમાં કુલદીપે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

વિન્ડિઝે 159નો ટાર્ગેટ આપ્યો હતો

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા. ઓપનર બ્રૈંડન કિંગે 42 બોલમાં 42 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. મેયર્સે 25 રન બનાવ્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલે અણનમ 40 રન બનાવ્યા હતા. આ દરમિયાન કુલદીપે ભારત માટે સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. મુકેશ કુમારે 2 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી.

સૂર્યા-તિલકની ભાગીદારી શાનદાર રહી

ભારતે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ સૂર્યકુમાર અને તિલક વર્મા જીત્યા. યશસ્વી જયસ્વાલ 1 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યાએ 44 બોલનો સામનો કરીને 83 રન બનાવ્યા હતા. તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તિલકે 37 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. તિલકે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ અણનમ 20 રન બનાવ્યા હતા.

  • Follow us on: