• 12 નવેમ્બરે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાશે
  • આ ટુર્નામેન્ટમાં ભારતીય બોલરોનો દબદબો જોવા મળ્યો
  • સૌરવ ગાંગુલીનું બોલિંગને લઈને ચોંકાવનારું નિવેદન

વર્લ્ડ કપ 2023 હાલ તેના અંતિમ ચરણો તરફ જઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં મોટા અપસેટ જોવા મળ્યા છે. જો વાત કરીએ તો ભારતીય ટીમના પ્રદર્શનની તો ભારતે ટુર્નામેન્ટમાં કુલ 8 મેચો રમી છે અને તમામ મેચોમાં જીત મેળવી છે. તે સાથે જ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે.

ટુર્નામેન્ટમાં ભારતીય બોલરોનો દબદબો

વર્લ્ડ કપ 2023માં ભારત એકમાત્ર એવી ટીમ છે જે એકવાર પણ ઓલઆઉટ થઈ નથી. આ સિવાય ભારતીય ટીમે સામે આવેલી દરેક વિપક્ષી ટીમને ઓલઆઉટ કરી દીધી છે. ભારતીય ટીમે છેલ્લી ત્રણ ટીમોને 150નો આંકડો પણ પાર કરવા દીધો ન હતો. જેમાં ઈંગ્લેન્ડ 129 રનમાં, શ્રીલંકા 55 રનમાં અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ દક્ષિણ આફ્રિકા ભારતીય ટીમ સામે 83 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે.

સૌરવ ગાંગુલીનુ બોલિંગને લઈને ચોંકાવનારું નિવેદન

ટૂર્નામેન્ટની શરૂઆતથી જ એવી ચર્ચા ચાલી રહી છે કે શું આ ભારતીય બોલિંગ આક્રમણ ODI ક્રિકેટમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ છે. ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ આ વાત સ્વીકારી છે પરંતુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી એવું નથી માનતા. આ અંગે સૌરવ ગાંગુલીએ કહ્યું, “હું એમ ન કહી શકું કે આ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ભારતીય પેસ એટેક છે. આશિષ નેહરા, ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથે પણ 2003ના વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી. તેની કપ્તાની હેઠળ, ઝહીર (18 વિકેટ), શ્રીનાથ (16) અને નેહરાએ (15) 2003 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વર્લ્ડ કપ 2023માં ભારતીય બોલરોનું પ્રદર્શન

આ ટૂર્નામેન્ટમાં ભારતીય બોલિંગ આક્રમણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. શમી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીનો સૌથી વધુ મહત્વપૂર્ણ બોલર રહ્યા છે, તેમણે માત્ર 4 મેચમાં 16 વિકેટ લીધી છે. તેની સરેરાશ 7 છે અને ઇકોનોમી રેટ 4.3 છે. આ સિવાય બુમરાહ પણ પાછળ નથી, તેમણે 8 મેચમાં 15.53ની એવરેજ અને 3.65ની ઈકોનોમી રેટથી 15 વિકેટ લીધી છે. જાડેજા 8 મેચમાં 14 વિકેટ સાથે ભારતનો અત્યાર સુધીનો સૌથી સફળ સ્પિનર ​​છે. કુલદીપના નામે 12 અને સિરાજના નામે 10 વિકેટ છે.

  • Follow us on: