• હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં અંગે મોટો ખુલાસો થયો
  • ગિલને બંને ફોર્મેટમાં વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાઈ
  • ટીમ જાહેર થયા બાદ સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યા પર થઈ રહી છે

શ્રીલંકા પ્રવાસ પર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં અંગે મોટો ખુલાસો થયો છે. ગૌતમ ગંભીરના હેડ કોચ બનતાની સાથે જ ટીમમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને શ્રીલંકા પ્રવાસ માટે T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે શુભમન ગિલને બંને ફોર્મેટમાં વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ જાહેર થયા બાદ સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યા પર થઈ રહી છે, જેને કેપ્ટન ન બનાવવો એ ચોંકાવનારો નિર્ણય હતો.

T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આખી ટૂર્નામેન્ટમાં તેણે બેટિંગમાં 144 રન અને બોલિંગમાં 11 વિકેટ પણ લીધી હતી. જો હાર્દિકે કંઈ ખોટું ન કર્યું હોય તો એવું કયું કારણ હતું જેના કારણે તેને ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી ગુમાવવી પડી?

હાર્દિકના કેપ્ટન નહીં બનવામાં ગંભીરની ભૂમિકા?

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું છે કે ગૌતમ ગંભીરે કેપ્ટન માટે સીધા સૂર્યકુમાર યાદવનું નામ આગળ કર્યું નથી. પરંતુ ગંભીરે સ્પષ્ટ કર્યું હતું કે તેને એવા કેપ્ટનની જરૂર છે જે વર્કલોડને કારણે ભારતીય ટીમની સફળતામાં અડચણ ન બને. અજિત અગરકર પણ નવા હેડ કોચના વિઝનને યોગ્ય રીતે સમજી શક્યા હતા.

હાર્દિક વનડે સિરીઝ નહીં રમે

હાર્દિક પંડ્યા 27 જુલાઈથી શ્રીલંકા સામે શરૂ થનારી સિરીઝમાં રમશે. પરંતુ અંગત કારણોસર તેણે વનડે સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જો કે બ્રેક તેના ફરીથી ઈજાગ્રસ્ત થવાની સંભાવના સાથે જોડાયેલો હતો, પરંતુ નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડાની પુષ્ટિ થયા પછી, તે સ્પષ્ટ છે કે હાર્દિક પરત ફરતા પહેલા માનસિક રીતે સંપૂર્ણ રીતે ફિટ થવા માંગે છે.

  • Follow us on: