• ટીમ ઈન્ડિયા જુલાઈમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે જઈ રહી છે
  • આ પ્રવાસમાં વીવીએસ લક્ષ્મણ ટીમના હેડ કોચ હોઈ શકે છે
  • લક્ષ્મણ ઘણી સિરીઝમાં ટીમ ઈન્ડિયાને કોચ કરી ચૂક્યા છે

T20 વર્લ્ડકપ 2024 બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા યજમાન સાથે 5 મેચની T20 સીરીઝ રમવા જઈ રહી છે. બીજી તરફ વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બદલાવા જઈ રહ્યા છે. કારણ કે વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડકપ બાદ સમાપ્ત થશે. જોકે, ટીમ ઈન્ડિયાના નવા કોચની રેસમાં ગૌતમ ગંભીરનું નામ સૌથી આગળ છે.

BCCIએ આ અંગે ગૌતમ ગંભીરનો ઈન્ટરવ્યુ પણ લીધો છે. ઝિમ્બાબ્વે પ્રવાસને લઈને સમાચાર હતા કે આ પ્રવાસમાં ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ હશે, પરંતુ હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગૌતમ ગંભીર નહીં પરંતુ અન્ય એક દિગ્ગજ ખેલાડી ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ હોઈ શકે છે.

વીવીએસ લક્ષ્મણ કોચ રહેશે

T20 વર્લ્ડકપ 2024 બાદ ટીમ ઈન્ડિયા જુલાઈમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં ટીમની સાથે કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કરવામાં આવનાર છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ સિવાય નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ ગૌતમ ગંભીરના સ્થાને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમના મુખ્ય કોચ બની શકે છે. એક અહેવાલ મુજબ વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની સાથે હશે. લક્ષ્મણ અને NCA સપોર્ટ સ્ટાફ આવતા મહિને આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.

લક્ષ્મણ ટીમને કોચ કરી ચૂક્યા છે

આ પહેલા પણ વીવીએસ લક્ષ્મણ ઘણી સિરીઝમાં ટીમ ઈન્ડિયાને કોચ કરી ચૂક્યા છે. જ્યારે પણ રાહુલ દ્રવિડ રજા પર હતો ત્યારે વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ હતા. હવે ફરી એકવાર લક્ષ્મણ ટીમ ઈન્ડિયાને કોચિંગ આપતા જોવા મળી શકે છે. આ પ્રવાસમાં યુવા ટીમ ઈન્ડિયા જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, આ સિરીઝમાં રિયાન પરાગ, અભિષેક શર્મા અને મયંક અગ્રવાલ જેવા યુવા ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે.

  • Follow us on: