- સુપર-8 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું
- જાડેજાને શાનદાર ફિલ્ડિંગ માટે બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ મળ્યો
- ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે જાડેજાને મેડલ અર્પણ કર્યો
T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ સુપર-8 મેચ અફઘાનિસ્તાન સાથે રમી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 47 રને જીતી લીધી હતી. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા ગ્રુપ-1માં પ્રથમ ક્રમે આવી ગઈ છે. અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ શાનદાર રહી છે.
જે રીતે દરેક મેચ પછી અદ્ભુત ફિલ્ડિંગ કરનાર ખેલાડીને ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડર મેડલ આપવામાં આવે છે, તેવી જ રીતે આ મેચ બાદ પણ રવિન્દ્ર જાડેજાને તેની અદભૂત ફિલ્ડિંગ માટે બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ મળ્યો છે. જેનો વીડિયો BCCIએ શેર કર્યો છે.
જાડેજા શ્રેષ્ઠ ફિલ્ડર બન્યો હતો
અફઘાનિસ્તાન સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાએ બોલિંગની સાથે શાનદાર ફિલ્ડિંગ પણ કરી હતી. જો કે, જાડેજા વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક છે. જાડેજા દરેક મેચમાં શાનદાર ફિલ્ડિંગ કરતો જોવા મળે છે. વિરોધી ટીમોના બેટ્સમેન પણ જાડેજાના સચોટ થ્રોથી ડરે છે. રવીન્દ્ર જાડેજાને અફઘાનિસ્તાન સામેની શ્રેષ્ઠ ફિલ્ડીંગ બદલ બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જાડેજાને મેડલ અર્પણ કર્યો, ત્યારબાદ જાડેજાએ દ્રવિડને પોતાના ખોળામાં ઉઠાવ્યો. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
ભારતે આ મેચ 47 રને જીતી લીધી હતી
સુપર-8ની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 181 રન બનાવ્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 134 રન બનાવી શકી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ કરતી વખતે જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી.