• બાંગ્લાદેશ સામેની મેચમાં મિચેલ સ્ટાર્કે રચ્યો ઈતિહાસ
  • સ્ટાર્ક બંને વર્લ્ડકપમાં 95 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ બોલર
  • શાકિબ T20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

T20 વર્લ્ડકપ 2024માં દરરોજ કોઈને કોઈ ખેલાડીઓના રેકોર્ડ તોડી રહ્યા છે અને નવા રેકોર્ડ બની રહ્યા છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 44 મેચ રમાઈ છે. હવે માત્ર 11 મેચ બાકી છે. આ 11 મેચો પછી T20 ક્રિકેટને તેનો નવો ચેમ્પિયન મળશે. હવે આ ખિતાબની રેસમાં માત્ર 8 ટીમો જ બાકી છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન અને યુએસએની ટીમો સામેલ છે. એક તરફ આ ટીમો વચ્ચે T20 ક્રિકેટના ખિતાબ માટે જંગ ચાલી રહ્યો છે. બીજી તરફ આ ટીમોના ખેલાડીઓ પણ રેકોર્ડ બનાવી રહ્યા છે.

સ્ટાર્ક આ કારનામું કરનારો પ્રથમ બોલર

T20 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમે સુપર-8માં બાંગ્લાદેશ સામે તેની પ્રથમ મેચ રમી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ લુઈસ નિયમ હેઠળ બાંગ્લાદેશને 28 રનથી હરાવ્યું હતું. મેચમાં ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્કે 4 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ 1 વિકેટ સાથે તેણે ક્રિકેટની દુનિયામાં એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ 1 વિકેટ સાથે મિચેલ સ્ટાર્ક T20 અને ODI ક્રિકેટના વર્લ્ડકપમાં સંયુક્ત રીતે સૌથી વધુ 95 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. તેણે ODI વર્લ્ડકપમાં 65 અને T20 વર્લ્ડકપમાં 30 વિકેટ ઝડપી છે.

લસિથ મલિંગાનો રેકોર્ડ તોડ્યો

મિચેલ સ્ટાર્ક બંને વર્લ્ડકપમાં 95 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ બોલર લસિથ મલિંગાના નામે હતો. લસિથ મલિંગાએ બંને વર્લ્ડકપમાં કુલ 94 વિકેટ લીધી હતી. આ યાદીમાં ત્રીજા સ્થાન પર બાંગ્લાદેશનો બોલર શાકિબ અલ હસન છે જેણે 92 વિકેટ લીધી છે. જ્યારે ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ 87 વિકેટ સાથે પાંચમા સ્થાને છે. તે જ સમયે, શ્રીલંકાના બોલર મુથૈયા મુરલીધરન વર્લ્કપમાં 79 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનો પાંચમો ખેલાડી છે.

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

1. શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – 49 વિકેટ

2. શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) – 39 વિકેટ

3. લસિથ મલિંગા (શ્રીલંકા) – 38 વિકેટ

4. વાનિન્દુ હસરંગા (શ્રીલંકા) – 37 વિકેટ

5. સઈદ અજમલ (પાકિસ્તાન) – 36 વિકેટ

ODI વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

1. ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) – 71 વિકેટ

2. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – 68 વિકેટ

3. મિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા) – 65 વિકેટ

4. લસિથ મલિંગા (શ્રીલંકા) – 56 વિકેટ

5. મોહમ્મદ શમી (ભારત) – 55 વિકેટ

  • Follow us on: