- સુપર-8 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું
- આ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું
- મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યાએ આપ્યો રમુજી જવાબ
T20 વર્લ્ડકપમાં 20 જૂને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર-8 મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 47 રને જીતી લીધી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે મોહમ્મદ સિરાજનું નામ લઈને સૂર્યકુમાર યાદવને સવાલ પૂછ્યો હતો. જે બાદ સૂર્યકુમારે એવો જવાબ આપ્યો કે કોન્ફરન્સમાં હાજર બધા જોર જોરથી હસવા લાગ્યા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સૂર્યાનો રમુજી જવાબ
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમાર યાદવને પત્રકારે ભૂલથી સિરાજ કહી દીધો હતો. જે બાદ સૂર્યકુમાર યાદવે જવાબ આપ્યો કે મિત્ર સિરાજ અહીં નથી... સિરાજ ભાઈ ભોજન લઈ રહ્યા છે. સૂર્યકુમારનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર બધા હસવા લાગ્યા હતા.
જે બાદ હવે આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં મોહમ્મદ સિરાજને અફઘાનિસ્તાન સામેની મેચમાં બહાર રાખવામાં આવ્યો હતો. તેના સ્થાને સ્પિન બોલર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેણે અદભૂત બોલિંગ કરી અને 2 વિકેટ લીધી હતી.
મેચની સ્થિતિ
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. ભારત તરફથી બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવે આ મેચમાં સૌથી વધુ 53 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન સૂર્યાએ 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે સૂર્યકુમારને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. 181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ માત્ર 134 રન બનાવી શકી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ તરફ મજબૂત પગલું ભર્યું છે.