• રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત
  • ગૌતમ ગંભીર બની શકે છે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ
  • ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સને કહી દીધું અલવિદા

રાહુલ દ્રવિડ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ કોણ હશે તે અંગે સતત સસ્પેન્સ છે. આ પહેલા ગૌતમ ગંભીરનું નામ ચર્ચામાં હતું, પરંતુ બાદમાં વર્કરી રમનનું નામ પણ રેસમાં જોડાઈ ગયું હતું. તાજેતરમાં BCCI સેક્રેટરી પણ કહ્યું હતું કે બેમાંથી એક નામ ફાઈનલ હશે. નવા ભારતીય કોચ શ્રીલંકા સામેની સિરીઝમાં જોડાશે. આ દરમિયાન એક વીડિયોએ ચર્ચા શરૂ કરી છે કે ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સને અલવિદા કહી દીધું છે.

કોલકાતા એરપોર્ટ પર જોવા મળ્યો ગંભીર

X પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ગૌતમ ગંભીર એરપોર્ટની બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ગૌતમ ગંભીર ગયા શુક્રવારે કોલકાતા પહોંચ્યો હતો અને ઈડન ગાર્ડન્સમાં KKR માટે વીડિયો રેકોર્ડ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે ફ્રેન્ચાઇઝી માટે વિદાય સંદેશ રેકોર્ડ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેકેઆરને ટીમ મેન્ટર તરીકે IPL ટાઇટલ અપાવ્યા બાદ ગૌતમ ગંભીર ભારતના કોચ તરીકે રાહુલ દ્રવિડને બદલવા માટે તૈયાર છે.

શ્રીલંકા પ્રવાસ પર સાથે રહેશે

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગઈ છે. જ્યારે વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના કોચ તરીકે ભૂમિકા ભજવી રહ્યો છે, ત્યારે ગંભીર જુલાઈ-ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસ પર ટીમની સાથે જાય તેવી શક્યતા છે. તાજેતરમાં જ સામે આવ્યું છે કે BCCIએ ગંભીરની કેટલીક શરતો સ્વીકારી લીધી છે. ઈન્ટરવ્યુમાં તેમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં સિનિયર ખેલાડીઓ સાથે સંકલનનો મામલો પણ સામે આવ્યો હતો.

નોંધનીય છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડકપ બાદ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે તે વનડે અને ટેસ્ટ રમવાનું ચાલુ રાખશે. BCCI સેક્રેટરી કહ્યું છે કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનો કેપ્ટન રહેશે. આવી સ્થિતિમાં ચાહકો રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાને ગૌતમ ગંભીર સાથે જોઈ શકે છે.

  • Follow us on: