- ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું
- કોહલીએ 95 રનની શાનદાર ઇનિંગ રમી
- ગૌતમ ગંભીરે કહ્યું કે, વિરાટ કોહલી ફિનિશર નથી.
વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. વિરાટે ફરી એકવાર ન્યૂઝીલેન્ડ સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં ભલે વિરાટ કોહલી પોતાની સદી પૂરી ન કરી શક્યો, પરંતુ તેણે 95 રનની ઈનિંગથી લાખો ફેન્સના દિલ જીતી લીધા હતા. હવે વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મેચમાં દરમિયાન કોમેન્ટ્રી કરતી વખતે પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે કહ્યું કે, વિરાટ કોહલી ફિનિશર નથી.
ગૌતમે કહ્યું કે વિરાટ ફિનિશર નથી
ભારત અને ન્યુઝીલેન્ડ મેચમાં કોમેન્ટ્રી કરતી વખતે ગૌતમ ગંભીરે કહ્યું, તમે વિરાટ કોહલીને ફિનિશર ન કહી શકો, જે જીતવા માટે છેલ્લો રન બનાવે છે તે ફિનિશર છે અને ફિનિશર 11મો ખેલાડી અને ઓપનિંગ બેટ્સમેન પણ હોઈ શકે છે. પરંતુ વિરાટ કોહલી એક માસ્ટર ચેઝર છે અને મેચ જીતવા માટે અંત સુધી ટકી રહે છે.
વિરાટ સદી ચૂક્યો
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલીએ 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં કોહલી માત્ર 5 રનથી સદી ચૂક્યો હતો. પરંતુ તેણે 95 રનની ઈનિંગથી લાખો ફેન્સના દિલ જીતી લીધા હતા. વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલીએ 354 રન બનાવ્યા છે. જેમાં વિરાટ કોહલીએ 3 ફિફ્ટી અને એક સદી ફટકારી છે. વિરાટ કોહલી સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરવાથી માત્ર 1 સદી દૂર છે.
ભારત 4 વિકેટે જીત્યું
22 ઓક્ટોબરે ભારતીય ટીમે 20 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. મોહમ્મદ શમીએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ શમીને તક આપવામાં આવી હતી. આ મેચમાં શમીએ 10 ઓવરમાં 54 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.