- આજે વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ
- ભારત અને પાકિસ્તાનની ટીમ આવી આમને-સામને
- મેચ પહેલાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આપી પ્રતિક્રિયા
આજે વનડે વર્લ્ડકપ 2023ની હાઈવોલ્ટેજ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, ત્યારે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને 2011 વર્લ્ડકપ ટીમના સાથી ગૌતમ ગંભીરે આ મેચને લઈ પ્રતિક્રિયા આપી છે. ગંભીરે કહ્યું કે, ભારતની જેમ પાકિસ્તાનની ટીમ પણ મજબૂત છે. ભારતે આ મેચ જીતવા માટે સારી રીતે 100 ઓવરની રમત રમવી પડશે.
અગાઉ બુમરાહની કરી હતી પ્રશંસા
ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરે અગાઉ ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરી હતી. ગંભીરે કહ્યું હતું કે, જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જે પ્રકારે મિશેલ માર્શને આઉટ કર્યો હતો અને જે પ્રકારે ઈબ્રાહિમ ઝાદરાનને આઉટ કર્યો, તેના પરથી ખ્યાલ આવે છે કે, વર્લ્ડકપ 2023માં સૌથી ઘાતક બોલર જસપ્રીત બુમરાહ છે. આપણે આ પહેલાં પણ જસપ્રીત બુમરાહ અને શાહીન શાહ આફરીદીની સરખામણી કરી હતી. આ બંને ખેલાડીઓમાં ઘણું અંતર છે.
ટીમમાં વાપસી બાદ બુમરાહ બન્યો ઘાતક
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી બાદ બુમરાહ શાનદાર ફોર્મમાં છે. જેથી પાકિસ્તાન વિરુદ્ધ જસપ્રીત બુમરાહનું કેવું પ્રદર્શન રહેશે, તે હવે જોવું દિલચસ્પ રહેશે. જો કે, મોહમ્મદ સિરાઝનું ફોર્મ ટીમ ઈન્ડિયાને થોડું પરેશાન કરનારૂં છે. કારણ કે, સિરાઝ શરૂઆતી 2 મેચમાં પોતાની છાપ છોડી શક્યો નથી.