- મિચેલ માર્શ ઈજાના કારણે IPLમાંથી બહાર
- દિલ્હીએ માર્શના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
- ઓલરાઉન્ડર ગુલબદ્દીનને ટીમમાં સામેલ કર્યો
IPL 2024ની 40મી મેચમાં બુધવારે દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને 4 રનથી હરાવ્યું હતું. મેચના એક દિવસ બાદ ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. મેચ વિનર ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. DCએ ગુરુવારે ઈજાગ્રસ્ત ખેલાડી મિચેલ માર્શના સ્થાનની જાહેરાત કરી હતી. માર્શની જગ્યાએ અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર ગુલબદ્દીન નાયબને ટીમમાં જગ્યા મળી છે. માર્શ ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
DCએ તેને 50 લાખમાં ખરિદ્યો
ગુલબદ્દીન નાયબ પહેલીવાર IPLમાં રમતા જોવા મળશે. દિલ્હીએ તેને 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર સાઈન કર્યો છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 82 ODI અને 65 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ODIની 71 ઇનિંગ્સમાં તેણે 19.85ની એવરેજ અને 74.87ની સ્ટ્રાઇક રેટથી 1231 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 ફિફ્ટી પણ ફટકારી છે. વનડેમાં તેના નામે 73 વિકેટ પણ છે. આ સિવાય તેણે T20 ઇન્ટરનેશનલની 54 ઇનિંગ્સમાં 807 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 124.92 હતો. ગુલબદ્દીન નાયબે આ T20માં 26 વિકેટ પણ પોતાના નામે કરી છે.
માર્શ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો
આ પહેલા મિચેલ માર્શ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે IPLની 17મી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. હેમસ્ટ્રિંગની ઈજાની સારવાર માટે તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. આ સિઝનમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે પંજાબ કિંગ્સ સામે 20 રન, રાજસ્થાન રોયલ્સ સામે 23 રન અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 18 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેનું ખાતું પણ ખુલ્યું ન હતું. તેને આ સિઝનમાં બોલિંગમાં કોઈ સફળતા મળી નથી.