• PBKSની વધશે મુશ્કેલીઓ
  • કેપ્ટન શિખર ધવન નહીં રમે ટીમમાં
  • આગામી મેચમાં ધવન પરત ફરે તેવી આશા

IPL 2024 ની 42મી મેચ આજે 26 એપ્રિલે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. પંજાબ કિંગ્સને છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કેપ્ટન શિખર ધવન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ફરી એકવાર પંજાબ કિંગ્સ ટીમનો ભાગ નહીં બને.

પંજાબ કિંગ્સના સ્પિન કોચે શું કહ્યું

મેચ પહેલા પંજાબ કિંગ્સના સ્પિન કોચ સુનીલ જોશીએ કહ્યું, “શિખર ધવન સારા ફોર્મમાં હતો. અમને તેની બેટિંગની ખોટ છે. અમે ગઈકાલે તેને બેટિંગ કરતા જોઈ રહ્યા હતા. તે નેટ્સમાં અદભૂત બેટિંગ કરી રહ્યો હતો. તે તેની રિકવરી તરફ આગળ વધી રહ્યો છે. આશા છે કે તે આગામી મેચ માટે ફિટ થઈ જશે. જે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છે.

શિખર આ વર્ષે IPLમાં માત્ર 5 મેચ જ રમી શક્યો

શિખર ધવને આ વર્ષે આઈપીએલમાં 5 મેચ રમી છે. આ દરમિયાન તેણે 152 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 70 રહ્યો છે. શિખરની ગેરહાજરીમાં સેમ કરન ટીમની કમાન સંભાળી રહ્યો છે. IPLમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શિખર બીજા બેટ્સમેન છે. તેણે 6000થી વધુ રન બનાવ્યા છે. તેણે 2 સદી પણ ફટકારી છે. IPLમાં સૌથી વધુ ફોર મારવાના મામલે શિખર નંબર વન પર છે.

KKR સામે PBKSની સંભવિત XI

સેમ કરન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટમેન), આશુતોષ શર્મા, હરપ્રીત બરાડ, હર્ષલ પટેલ, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.


  • Follow us on: