ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને તેની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. કોહલી ગયા વર્ષે ODI વર્લ્ડ કપ દરમિયાન 50 ઓવરના ફોર્મેટમાં અડધી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. કોહલીએ આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ટાઈટલ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તે હજુ પણ ODI અને ટેસ્ટમાં રમે છે. કોહલીના જન્મદિવસના અવસર પર ચાલો જાણીએ તેના કેટલાક ખાસ રેકોર્ડ.
હાલ ફોર્મમાં નથી કિંગ કોહલી
વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટ ઇતિહાસમાં એક એવું નામ છે જેના ચાહકો દુનિયાના ખૂણે ખૂણે છે. રન મશીન તરીકે પ્રખ્યાત કિંગ કોહલીનું તાજેતરનું ફોર્મ કંઈ ખાસ જઈ રહ્યું નથી. ન્યૂઝીલેન્ડ સાથે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. કોહલીના આ ખરાબ પ્રદર્શન પર ચાહકો પણ વિશ્વાસ કરી શકતા નથી. કોહલી કિવી ટીમ સામે ત્રણ ટેસ્ટ મેચમાં માત્ર 93 રન જ બનાવી શક્યો હતો. હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે.
વનડેમાં સૌથી ઝડપી 13 હજાર રન
વનડેમાં સૌથી ઝડપી 13000 રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે. તેણે 10 સપ્ટેમ્બર 2023ના રોજ પાકિસ્તાન સામેની 278મી ODI મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ મામલે કોહલી પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરથી આગળ છે જેણે 321 ODI મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
ODIમાં સૌથી વધુ સદી ફટકારી
વનડે ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે. કોહલીએ આ ફોર્મેટમાં અત્યાર સુધી 295 મેચમાં 13906 રન બનાવ્યા છે. વનડેમાં 50 સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે. આ બાબતમાં પણ તેણે સચિનને પાછળ છોડી દીધો હતો જેણે પોતાની કારકિર્દીમાં ODIમાં 49 સદી ફટકારી હતી.
T20માં સૌથી વધુ અડધી સદીનો રેકોર્ડ
ભલે કોહલીએ ઈન્ટરનેશનલ ટી20ને અલવિદા કહી દીધું હોય, પરંતુ આ ફોર્મેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે છે. તે આ મામલે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમની સાથે ટોચ પર છે. કોહલીએ T20 ઈન્ટરનેશનલમાં 39 અડધી સદી ફટકારી છે.
ODI વર્લ્ડ કપની પ્રથમ મેચમાં સદી ફટકારી
વિરાટ કોહલીએ 2011માં વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું. કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારી હતી. તે પોતાની વર્લ્ડ કપ ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો હતો. આ સાથે જ કોહલીએ વનડેમાં એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે શ્રીલંકા સામે આ ફોર્મેટમાં 10 સદી ફટકારી છે.
કેપ્ટન તરીકે કેવો રહ્યો રેકોર્ડ?
કોહલી ભલે કેપ્ટન તરીકે કોઈ ICC ટ્રોફી જીતી શક્યો ન હોય, પણ કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાના મામલે તે આઠમા સ્થાને છે. કોહલીએ ટેસ્ટ, ODI અને T20 સહિત કુલ 213 મેચોમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે.
વિરાટ કોહલીના 36 કારનામા
ચાલો આપણે વિરાટ કોહલીના તે 36 કારનામાઓ પર એક નજર નાખીએ જે તેના ક્રિકેટના કિંગ બિરૂદને સાચી ઠેરવે છે.
- વિરાટ કોહલી ODIમાં સૌથી ઝડપી 8000, 9000, 10000, 11000, 12000 અને 13000 રન બનાવનાર બેટ્સમેન છે.
- ICC ઈવેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.
- ICC ઈવેન્ટ્સમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે પણ વિરાટ કોહલી નંબર 1 પર છે.
- ICC ઈવેન્ટ્સમાં સૌથી વધુ સંખ્યામાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો રેકોર્ડ કોહલીના નામે છે.
- વિશ્વના સક્રિય ક્રિકેટરોમાં વિરાટ કોહલી એવો બેટ્સમેન છે જેણે વનડેમાં સૌથી વધુ સદી ફટકારી છે.
- વિરાટ કોહલી એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે એક કેલેન્ડર વર્ષમાં બે વખત 11-11 સદી ફટકારી છે.
- વિરાટ એકમાત્ર એવો કેપ્ટન છે જેણે વનડેમાં સતત 3 સદી ફટકારી છે.
- ICC નોક આઉટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટના નામે છે.
- ICC નોક એઈટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે.
- વિરાટ એકમાત્ર એવો ખેલાડી છે જેની ત્રણેય ICC ઈવેન્ટમાં 50થી વધુની એવરેજ છે.
- એક દાયકામાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.
- કોહલી એક દાયકામાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.
- એક દાયકામાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડનો રેકોર્ડ વિરાટના નામે છે.
- વિરાટનું નામ તે બે ભારતીયોમાં સામેલ છે જેમણે તમામ સેના દેશોમાં ટેસ્ટ અને વનડે બંનેમાં સદી ફટકારી છે.
- ટેસ્ટમાં વિરાટ કોહલીના નામે એક કેલેન્ડર વર્ષમાં બે વખત 3 બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ છે.
- દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.
- T20 વર્લ્ડ કપની આ આવૃત્તિમાં વિરાટ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
- વિરાટ એવો બેટ્સમેન છે જેણે T20 વર્લ્ડ કપની આ આવૃત્તિમાં સૌથી વધુ અડધી સદી ફટકારી છે.
- વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીની આ આવૃત્તિમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન છે.
- વિરાટ કોહલી એક દાયકામાં 20000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે.
- વિરાટ એક કેલેન્ડર વર્ષમાં સૌથી ઝડપી 1000 ODI રન બનાવનાર બેટ્સમેન છે. વર્ષ 2011માં આવું કરીને તેણે હાશિમ અમલાના 15 ઇનિંગ્સનો રેકોર્ડ તોડ્યો હતો.
- વિરાટ બે ટીમો સામે વનડેમાં સતત 3 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે.
- સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી, ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર અને ODI પ્લેયર ઓફ ધ યર - એક જ વર્ષે ત્રણેય મોટા ICC એવોર્ડ જીતનાર તે પ્રથમ ખેલાડી છે.
- 2019 વર્લ્ડ કપમાં, તે સતત 5 અડધી સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બન્યો.
- ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ સૌથી વધુ 7 બેવડી સદી ફટકારી છે.
- IPLની એક સિઝનમાં સૌથી વધુ 973 રન બનાવવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે.
- કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ODIમાં સૌથી ઝડપી 3000 રન બનાવ્યા છે.
- વિરાટ કોહલીના નામે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ ODI સ્કોર બનાવવાનો રેકોર્ડ છે.
- એક કેપ્ટન તરીકે તેણે ટેસ્ટમાં સૌથી ઝડપી 4000 રન બનાવ્યા છે.
- વિરાટ એવો બેટ્સમેન છે જેણે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ધરતી પર સૌથી વધુ વનડે સદી ફટકારી છે.
- વિરાટ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 30, 35 અને 40 ODI સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન છે.
- વિરાટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર પ્રથમ ભારતીય છે.
- તે IPLની એક સિઝનમાં સૌથી વધુ 4 સદી (2016) ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. તેના પછી, જોસ બટલરે પણ 2022માં એટલી જ સદી ફટકારી હતી.
- કેપ્ટન તરીકે વિરાટનો ટેસ્ટમાં સૌથી વધુ 150 પ્લસનો સ્કોર છે.
- ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં તે એકમાત્ર બેટ્સમેન છે જેણે સતત 4 સિરીઝમાં 4 બેવડી સદી ફટકારી છે.













