- હરભજન સિંહે પાકિસ્તાની કોચને સલાહ આપી
- ગેરી કર્સ્ટનને ભારતીય ટીમના કોચ બનવું જોઈએ
- પાકિસ્તાનની ટીમમાં કોઈ એકતા નથી: ગેરી કર્સ્ટન
હરભજન સિંહ આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે તે પાકિસ્તાની કોચને સલાહ આપીને ચર્ચામાં આવી ગયો છે. ભજ્જીએ પાકિસ્તાન કોચને સલાહ આપી હતી કે તે ત્યાં પોતાનો સમય બગાડે નહીં અને ભારતીય ટીમના કોચ બને. વાસ્તવમાં, T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાને ગેરી કર્સ્ટનને કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. કર્સ્ટનના કોચિંગ હેઠળ પાકિસ્તાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, ત્યારબાદ તેણે ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાનની ટીમમાં એકતા નથી.
ગેરી કર્સ્ટનનું નિવેદન
એક નિવેદનમાં ગેરી કર્સ્ટને કહ્યું, "પાકિસ્તાનની ટીમમાં કોઈ એકતા નથી, તેઓ તેને એક ટીમ કહે છે, પરંતુ તે એક ટીમ નથી. તેઓ એકબીજાનું સમર્થન કરી રહ્યા નથી. મે ઘણી ટીમો સાથે કામ કર્યું છે, પરંતુ આવી પરિસ્થિતિ ક્યારેય જોઈ નથી."
ભજ્જીએ આપી સલાહ
ભજ્જીએ X પર લખ્યું કે,ગેરી ત્યાં તમારો સમય બગાડો નહીં. ટીમ ઈન્ડિયાના કોચ પદ પર પાછા આવો. ગેરી કર્સ્ટન એક દુર્લભ હીરો છે. અમેઝિંગ કોચ, માર્ગદર્શક, અમારી 2011 ટીમ માટે ખૂબ જ પ્રિય મિત્ર. 2011 વર્લ્ડકપના અમારા વિજેતા કોચ. ખાસ વ્યક્તિ ગેરી."
ગેરી કર્સ્ટન એ જ કોચ છે જેમણે ટીમ ઈન્ડિયાને 2011 ODI વર્લ્ડકપ જીતાડવામાં તેમના કોચિંગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન ટીમ પર કર્સ્ટનના નિવેદન પર હરભજન સિંહે તેને ભારત પરત ફરવાની સલાહ આપી અને કહ્યું કે તેણે ટીમ ઈન્ડિયાને કોચ બનવું જોઈએ.