• હરભજનસિંહે શ્રીસંતને થપ્પડ મારવા અંગે માફી માંગી
  • હરભજનસિંહે કહ્યું તે સમયે જે કાંઈ થયું એ મારી ભૂલ હતી
  • શ્રીસંત અને હરભજન સિંહ સાથે 2008માં વિવાદ થયો હતો

લિજેન્ડ્સ લીગની એક પ્રેસ કોન્ફરન્સમાં હરભજનસિંહે શ્રીસંતને થપ્પડ મારવા અંગે ફરી એક વખત માફી માંગી હતી. હરભજનસિંહે કહ્યું તે સમયે જે કાંઈ થયું એ મારી ભૂલ હતી. પરંતુ હવે એ સમય પસાર થઈ ગયો છે. શ્રીસંતની માફી માગ્યા બાદ હરભજને શાહરુખ ખાનની એક ફિલ્મનો ડાયલોગ મારતા કહ્યું કે, બડે બડે શહેરોમે ઐસી છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ. 

હરભજન અને શ્રીસંત વચ્ચે શું હતો વિવાદ

શ્રીસંતનો હરભજન સિંહ સાથે 2008માં વિવાદ થયો હતો. શ્રીસંત IPLમાં કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી રમતા હતા અને હરભજન મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા હતા. એક મેચ દરમિયાન બંને વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે લાઈવ મેચમાં હરભજને શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી. પરિણામ એ આવ્યું કે હરભજન પર આખી સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

હવે ગંભીર સાથે ઉગ્ર બોલાચાલી

ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચેની લિજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચ દરમિયાન શ્રીસંત અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. શ્રીસંતે કહ્યું કે ગંભીર તેને ફિક્સર કહે છે. આ પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. શ્રીસંતે કહ્યું કે તેણે ગંભીરને કંઈ કહ્યું નથી અને માત્ર એટલું જ પૂછી રહ્યો હતો કે તે કેમ ગુસ્સે છે. ગંભીરે આ મામલે અત્યાર સુધી કંઈ કહ્યું નથી કે તેણે કોઈ ક્રિપ્ટિક પોસ્ટ કરી છે. તેણે પોતાની હસતી તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, “ કેટલાક લોકો દુનિયાનું માત્ર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરતા હોય છે.


  • Follow us on: