• હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક અલગ થયા
  • પંડ્યા અને નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી
  • પંડ્યા અને નતાશા બંને મળીને અગસ્ત્યનો ઉછેર કરશે

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. પંડ્યા અને નતાશાએ છૂટાછેડાના સમાચારને સમર્થન આપ્યું છે. પરંતુ હવે સવાલ એ છે કે તેમનો પુત્ર અગસ્ત્ય કોની સાથે રહેશે. પંડ્યા અને નતાશાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર સમાન નોટ શેર કરી છે અને તેમાં અગસ્ત્યનો ઉલ્લેખ પણ કર્યો છે. પંડ્યા અને નતાશા બંને મળીને અગસ્ત્યનો ઉછેર કરશે. બંને આ અંગે સહમત થયા છે.

હાર્દિક-નતાશાએ છુટાછેડાની આપી જાણકારી

પંડ્યા અને નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી છે. તેમાં અગસ્ત્ય અંગે લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ છે. બંનેએ નોટમાં લખ્યું છે કે, અગસ્ત્ય અમારા બંનેના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની રહેશે. અમે બંને સાથે મળીને પેરેંટિંગ કરીશું અને તેની દરેક ખુશીનું ધ્યાન રાખીશું. અમે બંને તમારો સપોર્ટ અને અમારી પ્રાઇવેસીનું ધ્યાન રાખવાની વિનંતી કરીયે છીયે.


નતાશા અગસ્ત્ય સાથે સર્બિયા પરત ફરી 

તાજેતરમાં જ નતાશા પોતાના ઘરે પરત ફરી હતી. તેના માતાપિતા સર્બિયામાં રહે છે. નતાશા મંગળવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. પુત્ર અગસત્ય પણ તેમની સાથે હતો. હાર્દિક અને નતાશા વચ્ચેના સંબંધો ઘણા સમયથી સારા ચાલી રહ્યા ન હતા. તેમના છૂટાછેડાના સમાચાર ઘણા સમય પહેલા આવ્યા હતા. હવે બંનેએ આ વાતની પુષ્ટિ પણ કરી છે.

છેલ્લા કેટલાક મહિનાઓ પંડ્યા માટે મુશ્કેલ રહ્યા

છેલ્લા કેટલાક મહિનાઓ હાર્દિક પંડ્યા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ તેણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. T20 વર્લ્ડ કપ 2024માં જીત બાદ પંડ્યા ખૂબ જ રડી પડ્યા હતા અને પોતાની દિલની લાગણી વ્યક્ત કરી હતી. IPL 2024 દરમિયાન પણ પંડ્યાને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો.

  • Follow us on: