• IPL 2024ની 5મી મેચમાં GTએ MIને 6 રને હરાવ્યું
  • હાર્દિકે ઓવરકોન્ફિડન્સમાં કેટલાક ખોટા નિર્ણયો લીધા
  • હાર્દિક પંડ્યાએ પ્રથમ ઓવર પોતે જ નાખવાનો નિર્ણય કર્યો

રવિવારે IPL 2024ની 5મી મેચમાં રોમાંચ આસમાને પહોંચી ગયો હતો. દિવસની બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 રને હરાવ્યું હતું. એક સમયે મુંબઈ માટે જીત એકદમ સરળ લાગતી હતી, પરંતુ તે પછી ફ્રેન્ચાઈઝીના નવા કેપ્ટનનો ઓવરકોન્ફિડન્સ અને કેટલાક ખોટા નિર્ણયોએ નબળી દેખાતી ગુજરાત ટાઈટન્સને જીત અપાવી.

હાર્દિકે બોલિંગમાં રન આપ્યા

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લાંબા સમય બાદ ક્રિકેટમાં વાપસી કરનાર હાર્દિક પંડ્યાએ પ્રથમ ઓવર પોતે જ નાખવાનો નિર્ણય કર્યો હતો. આ ઓવરમાં ગુજરાતની ઓપનિંગ જોડીએ 11 રન બનાવ્યા હતા. બીજી ઓવરમાં વુડે મુંબઈ માટે કમબેક કર્યું અને માત્ર 7 રન આપ્યા. આ દરમિયાન ઓવરકોન્ફિડન્સથી ભરેલા પંડ્યાએ ત્રીજી ઓવર ફેંકી અને 9 રન આપ્યા. ચોથી ઓવરમાં હાર્દિકે જસપ્રિત બુમરાહને બોલ સોંપ્યો હતો. બુમરાહે આ ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. હાર્દિકે શરૂઆતથી જ ગુજરાત પર દબાણ બનાવવું હતું, પરંતુ તેણે પોતાની ઓવરો ફેંકવાનું ચાલુ રાખ્યું હતું.

હાર્દિક 1 વિકેટ પણ લઈ શક્યો ન હતો

રવિવારે મુંબઈએ 7 બોલરોનો ઉપયોગ કર્યો હતો. આવી સ્થિતિમાં, ટીમ પાસે હાર્દિક કરતાં વધુ સારા બોલિંગ વિકલ્પો હતા, પરંતુ હાર્દિકે તેનો ઉપયોગ કર્યો ન હતો અને 3 ઓવર પોતે ફેંકી હતી. આ 3 ઓવરમાં હાર્દિકને એક પણ સફળતા મળી ન હતી અને તેણે 10ની ઈકોનોમી સાથે 30 રન આપ્યા હતા. આવી સ્થિતિમાં ગુજરાતને મોટો લક્ષ્યાંક નક્કી કરવાનો મોકો મળ્યો. જો હાર્દિકે કેટલાક રન બચાવ્યા હોત તો કદાચ મુંબઈ આ મેચ જીતી શક્યું હોત. મુંબઈને માત્ર 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય મેચ દરમિયાન હાર્દિકે લીધેલા ઘણા નિર્ણયોની ખૂબ ટીકા થઈ રહી છે.

હાર્દિક બેટથી પણ નિષ્ફળ રહ્યો

બોલિંગમાં નિષ્ફળ ગયા બાદ હાર્દિક બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. ટોપ ઓર્ડર તરફથી સારી શરૂઆત છતાં તે મેચ પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 4 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ દરમિયાન મુંબઈના કેપ્ટને 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જો હાર્દિકે મેચ પૂરી કરવી હોય તો તેને ક્રિઝ પર બેટિંગ કરવાની જરૂર હતી, પરંતુ તેણે મોટા શોટ રમવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

  • Follow us on: