- ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું
- મેચ દરમિયાન હાર્દિકે રોહિતની અવગણના કરી
- મુંબઈની હાર માટે હાર્દિક પંડ્યા જવાબદાર
IPL 2024ની પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈની ટીમ 169 રનનો આસાન ટાર્ગેટ પણ હાંસલ કરી શકી ન હતી અને મેચ હારી ગઈ હતી. મુંબઈની હાર બાદ કરોડો ફેન્સ હાર્દિકને ટ્રોલ કરી રહ્યા છે. આ માટે હાર્દિકને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. મેચ દરમિયાન આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડ્યા રોહિત શર્માને નજરઅંદાજ કરી રહ્યો છે. જેના કારણે મેચ બાદ રોહિતે હાર્દિકને ફટકાર લગાવી હતી.
રોહિતે હાર્દિકને ઠપકો આપ્યો
મુંબઈ ઈન્ડિયન્સનો મેચ હારવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા ગુજરાત ટાઈટન્સના ખેલાડી સાથે વાત કરી રહ્યો છે, ત્યારે હાર્દિક પંડ્યા પાછળથી જઈને રોહિતને ગળે લગાવે છે. ત્યારબાદ રોહિતે પંડ્યાને ઠરકો આપ્યો હતો. રોહિત શર્મા પંડ્યાને શું કહી રહ્યો હતો તેનો કોઈ અવાજ નહોતો. પરંતુ રોહિત જે રીતે હાર્દિકને ઠપકો આપી રહ્યો હતો તેનાથી સ્પષ્ટ થાય છે કે પંડ્યાને તેની ભૂલો માટે ઠપકો આપવામાં આવી રહ્યો છે. મેચ દરમિયાન ઘણી વખત એવું જોવા મળ્યું કે રોહિત શર્મા પંડ્યાને કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પંડ્યાએ કોઈની વાત ન સાંભળી.
પંડ્યાએ રોહિતની વાત ન સાંભળી
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે જસપ્રિત બુમરાહ અને રોહિત શર્મા પંડ્યાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કેપ્ટને કોઈની વાત ન માની અને બંને દિગ્ગજોને અવગણીને આગળ વધી ગયા. આ સિવાય હાર્દિકે તેની કેપ્ટનશિપ દરમિયાન ઘણી ભૂલો કરી હતી. તેણે ટિમ ડેવિડને પોતાને પહેલા બેટિંગ માટે મોકલ્યો, આ પણ એક ભૂલ હતી. તે રાશિદ ખાનને રમવાનું ટાળતો હતો. જો પંડ્યા ઈચ્છતો તો રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપની સલાહ લઈ શકતો હતો, પરંતુ તે રોહિતની વાત સાંભળી રહ્યો ન હતો. આ કારણે સોશિયલ મીડિયામાં ફેન્સ કહી રહ્યા છે કે રોહિતે પંડ્યાને ક્લાસ લીધો છે.