પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે હાર્દિક પંડ્યાને T20 ઈન્ટરનેશનલ ટીમનો કેપ્ટન ન બનાવવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. આ ફોર્મેટમાંથી રોહિતની નિવૃત્તિ પછી, હાર્દિક તેની જગ્યાએ કેપ્ટન બનવાનો પ્રબળ દાવેદાર હતો. જૂનમાં T20 વર્લ્ડકપ જીત્યો ત્યારે તે ભારતનો વાઇસ કેપ્ટન હતો. જો કે, BCCIએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનની ભૂમિકા માટે કહીને આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો.
હાર્દિકને અવગણવો યોગ્ય નથી
હરભજને હાલમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે કેપ્ટનશિપ માટે હાર્દિકને અવગણવો યોગ્ય નથી. તેણે કહ્યું, 'મને નવાઈ લાગી. અમુક અંશે હું નિરાશ થયો. તે તમારો વાઈસ-કેપ્ટન હતો. જ્યારે રોહિત શર્મા હવે સુકાની નથી, તો તમારો વાઇસ-કેપ્ટન કેપ્ટન બની જશે. પરંતુ જો તમે તેને ફિટનેસના આધારે કહો કે તમે કેપ્ટન નહીં બની શકો કારણ કે તમે આખું વર્ષ નહીં રમી શકે, તો પછી આખું વર્ષ T20 ક્રિકેટ પણ રમાતી નથી.
કેપ્ટનશિપ ગુમાવવીએ મોટો ફટકો
હરભજને વધુમાં કહ્યું કે, 'કપ્તાની ગુમાવવી એ હાર્દિક માટે મોટો ફટકો હશે. તે T20 વર્લ્ડકપ જીત્યા પછી આવ્યો હતો અને અચાનક આ બધું થયું, જે તેના માટે મોટો આંચકો છે. આ યોગ્ય નથી. મને સૂર્યકુમાર યાદવ માટે ઘણું સન્માન છે. તે એક શાનદાર ખેલાડી છે અને નિઃસ્વાર્થપણે રમે છે.
BCCIએ બાંગ્લાદેશ સામે આગામી ત્રણ મેચની T20 સિરીઝ માટે ગત સપ્તાહે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. ત્રણ મેચ 6 ઓક્ટોબર (ગ્વાલિયર), 9 ઓક્ટોબર (નવી દિલ્હી) અને 12 ઓક્ટોબર (હૈદરાબાદ)ના રોજ રમાશે. હાર્દિક, વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબેને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશ T20I સિરીઝ માટે ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવતી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.