પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ મહિને ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. પાકિસ્તાનની કમાન શાન મસૂદને આપવામાં આવી છે. તેના સિવાય ઘણા સિનિયર ખેલાડીઓને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જો કે, આ સિરીઝ પહેલા શાન મસૂદની ખૂબ જ ટીકા કરવામાં આવી છે. ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ડેવિડ લોયડે શાન મસૂદની પ્રતિભા પર મોટા સવાલો ઉઠાવ્યા છે. તેણે શાનને સામાન્ય કેપ્ટન ગણાવ્યો છે.
શામ મસૂદની પ્રતિભા પર ઉઠ્યા પ્રશ્નો
લોયડે મસૂદ અને અન્ય પાકિસ્તાની કેપ્ટન વચ્ચે સામ્યતા દર્શાવી છે. તેમનું માનવું હતું કે શાન મસૂદ પાકિસ્તાનની કપ્તાની સંભાળવા માટે યોગ્ય ખેલાડી નથી. ઈંગ્લેન્ડ સામેની બેઝબોલ વ્યૂહરચનાનો સામનો કરવા માટે કોઈપણ કેપ્ટન માટે સક્રિય રહેવું મહત્વપૂર્ણ છે.
ડેવિડ લોયડે સ્થાનિક ચેનલ પર વાત કરતા કહ્યું કે શાન મસૂદ એક સામન્ય કેપ્ટન છે. તે સક્રિય કેપ્ટન નથી. મેં યોર્કશાયર માટે તેની કેપ્ટનશીપ જોઈ છે. તે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાન, જાવેદ મિયાંદાદ, વસીમ અકરમ, ઈન્ઝમામ-ઉલ-હક અથવા મિસ્બાહ-ઉલ-હક જેવા નથી.
પાકિસ્તાન સિરીઝ જીતી શક્યું નથી
શાન મસૂદને વર્લ્ડકપ 2023થી પાકિસ્તાનનો રેડ બોલ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેમના નેતૃત્વમાં પાકિસ્તાને ઘણી ટેસ્ટ સિરીઝમાં ભાગ લીધો હતો. પરંતુ પાકિસ્તાન એક પણ સિરીઝ જીતી શક્યું નથી. પાકિસ્તાને તાજેતરમાં બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝમાં ક્લીન સ્વીપ કરવું પડ્યું હતું. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ 7 ઓક્ટોબરથી શરૂ થશે.
ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની ટીમ
શાન મસૂદ (કેપ્ટન), સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, બાબર આઝમ, મીર હમઝા, મોહમ્મદ હુરૈરા, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), નસીમ શાહ, નોમાન અલી, સેઈમ અયુબ, સલમાન અલી આગા , સરફરાઝ અહેમદ (વિકેટકીપર), અને શાહીન શાહ આફ્રિદી