- BCCIએ 30 એપ્રિલે T20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી
- રોહિત શર્માને કેપ્ટન અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા
- રોહિત શર્મા અને અજીત અગરકર હાર્દિકને ટીમમાં સામેલ કરવાના પક્ષમાં ન હતા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 30 એપ્રિલે T20 વર્લ્ડકપ 2024 માટે ચાર રિઝર્વ ખેલાડીઓ સાથે 15 સભ્યોની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી હતી. ટૂર્નામેન્ટ માટે રોહિત શર્માને કેપ્ટન અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. હવે વર્લ્ડકપની ટીમને લઈને એક મોટો ખુલાસો થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવાના પક્ષમાં નથી.
રોહિત-અગરકર પંડ્યાના સિલેક્શનની વિરોધમાં હતા
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્મા અને અજીત અગરકર T20 વર્લ્ડકપ માટેની 15 સભ્યોની ટીમમાં હાર્દિક પંડ્યાને સામેલ કરવા માંગતા ન હતા. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, હાર્દિકની ટી-20 વર્લ્ડકપ માટે દબાણ હેઠળ પસંદગી કરવામાં આવી હતી. આ સિવાય એ વાત પણ સામે આવી છે કે T20 વર્લ્ડકપ બાદ રોહિત શર્મા આ ફોર્મેટને અલવિદા કહી શકે છે.
IPLમાં સતત નિષ્ફળ રહ્યા રોહિત અને હાર્દિક
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા IPL 2024માં સતત નિષ્ફળ જઈ રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી માત્ર એક જ સદી ફટકારી છે. તે સિવાય તે સંપૂર્ણ ફ્લોપ રહી છે. રોહિતે 13 મેચમાં 29.08ની એવરેજ અને 145.42ની સ્ટ્રાઈક રેટથી 349 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે માત્ર એક સદી ફટકારી છે, જ્યારે હિટમેનના બેટમાંથી એક પણ અડધી સદી આવી નથી. રોહિત છેલ્લી 6 ઇનિંગ્સમાં 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો નથી.
હાર્દિક પંડ્યાનું કરીયર
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે પણ 13 મેચમાં 18.18ની એવરેજ અને 144.93ની સ્ટ્રાઈક રેટથી 200 રન બનાવ્યા છે. તેના બેટમાંથી કોઈ સદી કે અડધી સદી નથી આવી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 46 રન રહ્યો છે. આ સિવાય બોલિંગ દરમિયાન હાર્દિકે 13 મેચમાં 11 વિકેટ ઝડપી છે. તેનો સર્વશ્રેષ્ઠ 3/31 રહ્યો છે.