- પંડ્યા અને નતાશા વચ્ચે છૂટાછેડાના સમાચાર ચર્ચામાં હતા
- હાર્દિકે આજે પુત્ર અગસ્ત્ય સાથેનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો
- અગસ્ત્ય સાથે હાર્દિકની આવી ક્યૂટ ક્લિપ થઇ રહી છે વાયરલ
તાજેતરમાં જ હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા વચ્ચે છૂટાછેડાના સમાચાર ચર્ચામાં હતા. આ અફવાથી ચાહકો પણ નારાજ હતા. જોકે, બંનેએ આ સમાચાર અંગે કંઈ કહ્યું ન હતું. માત્ર પત્ની નતાશાની સોશિયલ મીડિયા પોસ્ટ્સે ચાહકોને ઘણું વિચારવા મજબૂર કરી દીધા હતા. છૂટાછેડાના સમાચાર બાદ હવે હાર્દિકે ફાધર્સ ડેના અવસર પર પુત્ર સાથેનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં હાર્દિક પંડ્યા અને તેના પુત્ર અગસ્ત્ય વચ્ચેનું ક્યૂટ બોન્ડિંગ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પિતા હાર્દિક જે રીતે પોતાના પુત્ર પર પ્રેમ વરસાવી રહ્યા છે તે જોવું અદ્ભુત છે.
હાર્દિક પંડ્યાએ શેર કર્યો ક્યૂટ વીડિયો
ફાધર્સ ડેના અવસર પર હાર્દિકે પોતાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ક્યારેક તેના પુત્ર સાથે રમતા જોવા મળે છે તો ક્યારેક તેને પ્રેમથી ગળે લગાવતો જોવા મળે છે. એક ક્લિપમાં તે પોતાના પુત્ર અગસ્ત્યને જોઈ રહ્યો છે. પિતા-પુત્રની આ બોન્ડિંગ જોઈને ચાહકોનું પણ દિલ પિગળી ગયું છે.
નતાશા સાથેના સબંધોમાં તિરાડના રૂમર્સ
હાર્દિકની આ ક્લિપ એવા સમયે સામે આવી છે જ્યારે તેના અને નતાશાના સંબંધોમાં તિરાડના રૂમર્સથી ચાહકો પરેશાન હતા. આ રૂમર્સ પર હાર્દિક કે નતાશાએ ક્યારેય ખુલીને વાત કરી નથી. પરંતુ હવે લાગે છે કે બંને વચ્ચે બધુ બરાબર છે.
અગસ્ત્ય સાથે હાર્દિકની આવી ક્યૂટ ક્લિપ જોવી એ પોતાનામાં જ રાહતની વાત છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાર્દિકે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- મારા જીવનમાં આટલો પ્રેમ અને ખુશીઓ લાવવા બદલ આભાર! હું તમને મારા દીલથી પ્રેમ કરું છું અને હંમેશા પ્રાઉડ પિતા બનીશ.