- આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહી છે મેચ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે મેચ
- હારિસ રાઉફ સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 10 ઓવરમાં 2 વિકેટના નુકસાને 79 રન બનાવ્યા હતા. ભારતે 2 વિકેટ ગુમાવ્યા બાદ શ્રેયસ ઐયર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. આ દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી.
હારિસ રાઉફ સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ
ભારતે 2 વિકેટ ગુમાવ્યા બાદ શ્રેયસ ઐયર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. શ્રેયસ ઐયર બેટિંગ કરવા આવ્યો ત્યારે પાકિસ્તાન તરફથી હારિસ રાઉફ પોતાની 2 ઓવર નાખવા આવ્યો હતો. હારિસ રાઉફની ઓવરના 5 બોલને શ્રેયસ ઐયર ડિફેન્ડ કર્યો હતો. આ દરમિયાન રાઉફે ગુસ્સે ભરાઇને શ્રેયસ ઐયર તરફ થ્રો ફેંક્યો હતો. હારિસ રાઉફના આ વર્તન બાદ સ્ટેડિયમમાં પ્રેક્ષકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. હાલમાં હારિસ રાઉફને આ વર્તનના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
ભારતની ઇનિંગ
પાકિસ્તાનની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 10 ઓવરમાં 2 વિકેટના નુકસાને 79 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 16 ઓવરમાં 2 વિકેટના નુકસાને 116 રન બનાવ્યા છે. જેમાં શુભમન ગીલ 11 બોલમાં 16 રન અને વિરાટ કોહલી 18 બોલમાં 16 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. હાલમાં ભારત માટે રોહિત શર્મા 65 રને અને શ્રેયસ ઐયર 18 રન પર બેટિંગ કરી રહ્યા છે.
પાકિસ્તાનની ટીમ 191 રન પર ઓલઆઉટ
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનની ટીમ 191 રન પર ઓલઆઉટ થઈ છે. જેથી ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાન માટે સૌથી વધુ 58 બોલમાં 50 રન બાબર આઝમે કર્યા છે, જ્યારે મોહમ્મદ રિઝવાને 69 બોલમાં 49, ઈમામ ઉલ-હકે 38 બોલમાં 36, અબ્દુલ્લા શફીકે 24 બોલમાં 20, સઈદ શકીલે 10 બોલમાં 6, ઈફ્તિખાર અહમદે 4 બોલમાં 4, શાબાદ ખાને 5 બોલમાં 2, મોહમ્મદ નવાઝે 14 બોલમાં 4 અને હસન અલી 19 બોલમાં 12 રન કરીને આઉટ થયો છે.