• કેચ કરતી સમયે બગડ્યું દર્શકનું સંતુલન
  • સાથે આવેલા મિત્રોએ કમર અને પગથી પકડીને પડતા બચાવ્યો
  • ફેને એક હાથે કેચ પકડીને દેખાડી ખુશી

ક્રિકેટના મેદાનથી અનેક ખાસ ઘટનાઓ સામે આવતી રહે છે. આઈપીએલની વચ્ચે આ પ્રકારની ઘટનાઓ જોવાનો અવસર ખાસ બની જતો હોય છે. હાલમાં અસવાની ક્રિકેટ કપ (ACC)માં એક ખાસ ઘટના બની. અહીં એક દર્શકે બેટ્સમેનનો બોલ કેચ કર્યો હતો. આ સમયે તેનું સંતુલન બગડ્યું હતું અને સાથે જ તેના મિત્રોએ તેને પકડવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

કેચ કરતી સમયે બગડ્યું સંતુલન

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઘણા સમય સુધી હવામાં રહે છે અને સ્ટ્રેટની સાથે સ્ટેન્ડમાં જતી રહે છે. અહીં એક દર્શક ઉત્સાહ દેખાડે છે અને બોલને કેચ કરે છે. આ સમયે તેનું સંતુલન બગડી જાય છે અને તે પડવા જાય છે.

 

સાથીઓએ તેને પડવાથી બચાવ્યો

જ્યારે ફેન બોલને કેચ કર્યા બાદ પડવા જતો હતો ત્યારે તેને પગથી અને કમરથી પકડીને તેના સાથી મિત્રોએ તેને બચાવ્યો હતો. ફેન પડવા લાગ્યો પણ તેણે કેચ છોડ્યો નહીં. તે હાથમાં બોલ બતાવતો જોવા મળ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

બોલ બોયે જીત્યું દિલ

ઉલ્લેખનીય છે કે આઈપીએલેના સમયે એક બોલ બોયે દિલ જીતનારો કેચ કર્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાયેલી મેચમાં બોલ બોયે બાઉન્ડ્રીની અંદર શાનદાર કેચ લઈને લખનૌના ફિલ્ડિંગ કોચ જોન્ટી રોડ્સને પણ ખુશ કરી દીધા હતા.  

  • Follow us on: