- યશસ્વી 4 રન બનાવીને થયા આઉટ
- જુરેલ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો
- સંદીપ શર્માએ પણ ન કર્યો કમાલ
આઈપીએલની આ સીઝનમાં રાજસ્થાન રોયલન્સની ટીમે સતત સારું પ્રદર્શન કર્યું હતું. હવે એક પછી એક હારનો સામનો ટીમને કરવો પડી રહ્યો છે. બુધવારે ગુવાહાટીમાં રમાયેલી મેચમાં ટીમે પંજાબ કિંગ્સને 7 બોલ બાકી રહેતા 5 વિકેટથી હરાવ્યું હતું. રોયલ્સની આ સતત ચોથી હાર છે. તેણે પહેલા જ પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. પરંતુ આ હારે તેની ચિંતા વધારી છે. મેચમાં રાજસ્થાન રોયલ્સની બેટિંગ અને બોલિંગ બંને ફ્લોપ રહી હતી. તો જાણો મેચની હાર માટે કયા 5 ખેલાડીઓનું પરફોર્મન્સ જવાબદાર રહ્યું છે.
યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલ આ મેચમાં 4 રન બનાવીને આઉટ થયા હતા. તેઓએ સેમ કુરેનને પહેલી ઓવરમાં બોલ્ડ કરીને પેવેલિયન મોકલ્યો. યશસ્વી છેલ્લી મેચમાં ફ્લોપ સાબિત થયો. અહીં તે 24 રનમાં આઉટ થયો દિલ્હી કેપટલ્સની સામે મેચમાં તે 4 રનમાં પેવેલિયન ભેગો થયો હતો. વર્લ્ડકપ પહેલા યશસ્વીના પરફોર્મન્સે ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી.
ધ્રૂવ જુરેલ
આ ખેલાડી મેચમાં ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન ભેગા થયા. જુરેલ પાસે એક સારી ઈનિંગની આશા નાકામયાબ રહી. સેમ કુરેને 14મી ઓવરમાં હરપ્રીત બરારના હાથે કેચ કરાવીને પેવેલિયન મોકલ્યો. જુરેલના પરફોર્મન્સે રાજસ્થાનની ચિંતા વધારી. સીએસકેની સામે 28 અને કેપિટલ્સની સામે ફક્ત 1 રન બનાવીને આઉટ થયા હતા.
રોવમેન પૉવેલ
પૉવેલ પણ આ મેચમાં ફરી એકવાર ફ્લોપ રહ્યા. તેમની પાસેથી એક સારી ઈનિંગની આશા હતી. પણ તે 4 રન બનાવીને આઉટ થયા. પૉવેલને રાહુલ ચહરે પોતાના બોલ પર કેચ કર્યો. તે 13 રનમાં જ આઉટ થયો.
ટ્રેન્ટ બોલ્ટ
રોયલ્સના અનુભવી બોલર ટ્રેન્ટ બોલ્ટ પણ આ મેચમાં મોંઘા સાબિત થયા. તે 3 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ મેળવી શક્યા હતા. બોલ્ટે પહેલી ઓવરમાં પ્રભસિમરન સિંહને આઉટ કરવામાં સફળતા મેળવી. આ પછી તે સતત રન આપી રહ્યા હતા. તેમને આ પછી કોઈ સફળતા મળી નહીં.
સંદીપ શર્મા
આ મેચમાં રાજસ્થાન રોયલ્સને પણ એક પણ સફળતા ન મળી. તે 4 ઓવરમાં 28 રન આપી ચૂક્યા હતા. સંદીપ સીએસકેની સામે ફલોપ રહ્યા. તેણે 30 રન આપીને 1 વિકેટ પણ લીધી નથી. દિલ્હીની સામે તેણે 42 રન આપીને 1 વિકેટ લીધી હતી.
સેમ કુરેનનું શાનદાર પ્રદર્શન
સેમ કુરેને શાનદાર ઈનિંગ રમી અને ટીમને જીત અપાવી. કુરેને 41 બોલમાં 5 ફોર અને 3 સિક્સ આપી. તેઓએ 63 રન બનાવ્યા. આ પહેલા બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને 3 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.