ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ અને ત્રણ મેચની ટી20 સીરીઝ રમાવાની છે. આ માટે બાંગ્લાદેશની ટીમ ભારતની મુલાકાતે આવશે. પ્રવાસની શરૂઆત ટેસ્ટ સિરીઝથી થશે, જેની પહેલી મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સિરીઝની પહેલી મેચની ટિકિટની માહિતી આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે ચેન્નાઈમાં યોજાનારી ટેસ્ટ માટે ટિકિટ ખરીદી શકશો. ચેન્નાઈમાં રમાનારી ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ માટેની ટિકિટની માહિતી તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન દ્વારા શેર કરવામાં આવી હતી.


ટિકિટ કેવી રીતે ખરીદવી?

તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન દ્વારા શેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, પેટીએમ અને પેટીએમ ઈનસાઈડર દ્વારા ટિકિટ ખરીદી શકાય છે.

ટિકિટની કિંમત શું હશે?

ચેન્નાઈ ટેસ્ટ માટે અલગ-અલગ સ્ટેન્ડની ટિકિટની કિંમત 1000 રૂપિયા, 1250 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયા, 10000 રૂપિયા અને 15000 રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તમામ ટિકિટો ટેસ્ટના સમગ્ર 5 દિવસ માટે માન્ય રહેશે. આનો અર્થ એ છે કે તમારે અલગ-અલગ દિવસો માટે ટિકિટ ખરીદવાની જરૂર રહેશે નહીં.

 

આ સિવાય તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને પણ મેચ જોવા જતા દર્શકો માટે વિવિધ ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમે તમારી સાથે શું લઈ જઈ શકો છો અને શું નહીં. આ સિવાય પાર્કિંગને લઈને પણ માહિતી આપવામાં આવી હતી.

બાંગ્લાદેશ સામે ભારતનું પલડું ભારે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ષ 2000થી અત્યાર સુધી કુલ 13 ટેસ્ટ રમાઈ છે, જેમાંથી ભારતે 11માં જીત મેળવી છે. બાંગ્લાદેશ એકપણ ટેસ્ટ જીત્યું નથી. પરંતુ બાંગ્લાદેશને હળવાશથી ન લેવું જોઈએ. તાજેતરમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને તેના ઘરે 2 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને જોતા બાંગ્લાદેશ સામેની બંને ટેસ્ટ ભારત માટે ઘણી મહત્વની રહેશે.

  • Follow us on: